________________
કાર્યભાષ્ના
ર૭૧
ઉપર વર્ણવ્યા તે ઉપરાંત બીજા અનેક પ્રસંગે દુનિયામાં પ્રાપ્ત થાય છે, પણ આ પ્રાણીમાં વાસનાના સંસ્કાર એવા જામેલા હોય છે કે એ તે વસ્તુઓને ઘરબાર સાથે મડાગાંઠ બાંધે છે અને એ વસ્તુઓ કઈક દિવસ પણ છોડવી પડશે એમ માનતે જ નથી અને કેઈ તેવું સૂચવે તે તેને અપશુકન ગણે છે. આ સર્વ કરુણું ઉત્પન્ન કરે તેવી સ્થિતિ છે. આ વિચારણા એ કરુણાભાવનું મૂળ છે, એના પ્રતિકારના પ્રસંગે વિચારવા એ સાધ્ય છે.
. ૩. વ્યાકુળતાના નીચેના પ્રસંગે વિચારો –
કેટલાક તો અન્યની સાથે સ્પર્ધા કરવામાં જ વ્યગ્ર રહ્યા કરે છે. એને બીજાની નજરમાં પોતાના હરિફ કરતાં સારાં દેખાવું છે. અંદર વસ્તુ કે આવડત છે કે નહિ એનું એને કામ નથી. એને તે માત્ર હરિફાઈ કરવી છે. જ્ઞાતિઓના પટેલો, શેઠીઆઓ અને વ્યાપારીઓની અંદર અંદરની સ્પર્ધા જોઈ હોય તો વ્યાકુળતાને ખરો ખ્યાલ આવે. જ્ઞાતિમાં કોઈ સારે થયો હોય તો તેને કેમ બેસાડી દેવો અથવા કાંઈ નહિ તો તેની ખોટી વાતો કરવી એ જીવનમંત્ર નાના શહેરે અને ગામડામાં ખાસ જોવામાં આવશે.
સ્પર્ધા કરતાં પણ મત્સર વધારે આકરા હોય છે. પર ઉત્કર્ષ સહન ન થાય એટલે ક્રોધથી બળી જાય છે અને પછી વાત કરે તે થોડીક વાત સહજ સમજાય તેવી અને બાકીની દલીલમાં રોષ પેન પૂત્ જ્યાં અટકે ત્યાં ક્રોધ કરીને દલીલ પૂરી પાડવી. આ માત્સર્યથી વ્યાકુળતા હદ બહારની થાય છે.
પૈસા, સ્ત્રી, ગેધન, વાડી, ખેતર અથવા ગામગરાસને અંગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org