________________
૨૫૪
શ્રી શાંતસુધારસ
બંધાયા છીએ એટલે જે આપણે આપણે આત્મવિકાસ સાધવો હોય છે તેમ કરવું એ આપણે આપણું તરફની ફરજ છે.
કઈ સંતપુરુષ હોય, આધિ-ઉપાધિ રહિત હોય, સંસારબંધનને છોડી આનંદ માણતા હોય. એના ત્યાગની, એના વર્તનની, એની સત્યપ્રિયતાની પ્રશંસા કરીએ ત્યારે અંતરાત્મા કઈ દશા અનુભવે છે? ત્યાં કેટલી શાંતિ થાય છે? કેવો વિલાસ થાય છે? કેટલે તેજ:પુંજ જણાય છે? આ વિચારીએ એટલે ગુણદૃષ્ટિ આવે છે અને એવી દૃષ્ટિ આવી ગઈ એટલે તે પછી ઉત્તરોત્તર વીતરાગભાવમાં પણ અમેદ થાય છે અને જે ભાવને પ્રમાદ થયે ત્યાં પહોંચવાનું લક્ષ્ય થાય છે. લક્ષ્ય નિતિ થયું એટલે તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન થાય છે અને પ્રયત્ન શરૂ થતાં સાધનોની શોધ થાય છે. સાધન મળતાં જે આજનું સાધ્ય હોય તે આવતી કાલનું પ્રાથમિક પદ ચલન બને છે. આ રીતે પ્રદભાવ સાધ્યપ્રાપ્તિનો માર્ગ સરળ કરી આપે છે.
પ્રમેદભાવ સ્ત્રીપુરુષના ભેદને વિસરાવે છે, મહાન સહિષણભાવ પ્રાપ્ત કરાવે છે, નિરર્થક કથની કે નિંદામાંથી બચાવે છે, ઈષ્ય અસૂયાને ભૂલાવી દે છે, માત્સર્યને ખસેડી નાખે છે, પશૂન્ય કે અન્યાયને પાદપ્રહાર કરે છે, કલહ-કંકાસને તિલાંજલિ આપે છે, મનને વિશાળ બનાવે છે, કલ્પનાશક્તિને તીવ્ર બનાવે છે, વિચારણાશક્તિને વેગ આપે છે અને સંકિલષ્ટ ભાવ, તુચ્છતા કે મંદતાને દૂર કરી દે છે.
એકાંતમાં બેસી જરા ચેતનરામ સાથે વાત કરીએ, જે મહાપુરુષોએ એને જોયે છે, જાણે છે તેને યાદ કરીએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org