________________
પ્રમા*૬*ભાવના
૨૪૧
આપણે એવા સંચાગેામાં બ્રહ્મચર્ય મર્યાદિત આકારમાં સ્વીકારી તે હદમાં પવિત્ર રહેનારની અલિહારી ગણીએ. સુદર્શન શેઠનુ જીવન વિચારીએ, વિજય શેઠ તથા વિજયા શેઠાણીને સ્તવીએ અને પૂરતી અનુકૂળતા છતાં અનાસક્ત રહેનાર ધન્નાનું ગૃહસ્થજીવન પ્રશંસીએ. રામની પ્રશંસા એકપત્નીવ્રતને અંગે છે. લક્ષ્મણને સીતાજીનું મુખ કેવુ છે તેની ખખર નથી અને દરરાજ પગે પડે છે તેથા માત્ર તેના પગનાં ઝાંઝરને તે આળખે છે.
અત્યારના યુગમાં મે એવા ગૃહસ્થાને જોયા છે કે જેઓ આડકતરી રીતે પણ પરસ્ત્રીને નીહાળતા નથી અને પીછાનતા પણ નથી. આમાં કદાચ શરમાળપણાના આરેાપ આવે તે સંભવિત છે, પણ વિશુદ્ધ આચરણ તે સર્વ કાળમાં સર્વ સમાજમાં પ્રશસ્ય જ છે. આપણાં આવા સદાચારી સજ્જનામાં સફ્ળ જીવનને નમીએ. ઉપાધ્યાયજી તે એના ચશ ગાય, પણ આપણે તા ઝુકી પડીએ, વારી જઇએ અને અંતરથી એકનિષ્ઠ સંસારી બ્રહ્મચારીને પ્રશસીએ, ધન્ય માનીએ અને આદર્શ ગણીએ,
અહિં સાધારણ બાબતને મેાટી બતાવવાના પ્રયત્ન નથી. ગૃહસ્થજીવનના પ્રસંગમાં આવ્યા વગર, અનુકૂળતાના લાભ લેનારની સંખ્યા જાણ્યા વગર, લાલચ સામે ખડી હોય છતાં લાત મારનારની સંખ્યાના અભ્યાસ વગર, આ વાતની જેને મહત્તા ન લાગે તેણે આ બાબતમાં વિશેષ અવલે કન કરવાની આવશ્યકતા છે. ઉચ્ચ ગુણશ્રેણીની પ્રમાદ ભાવનામાં આ અતિશયાક્તિ નથી, એમ વગરશકાએ કહેવાય તેમ છે. અપેાક્તિ છે કે નહિ ? તે વિચારવાનું આ સ્થળ નથી. ધન્ય છે શુદ્ધ પવિત્ર ગૃહસ્થજીવનને !
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org