________________
૨૪૮
શ્રી શાંતસુધારસ “રાગ ધરીજે જહાં ગુણ લહીએ, નિર્ગુણી ઉપર સમચિત્ત રહીએ. લા. “ભવથિતિ ચિંતન સુજસવિલાસે, ઉત્તમના ગુણ એમ પ્રકાસે. લાલન.
આ મહાન સૂત્ર છે, અર્થાતરન્યાસો છે, વિશિષ્ટ અનુભવનાં પરિણમે છે. એના પર ખૂબ આકર્ષક વિવેચન મુરબ્બી કુંવરજીભાઈએ કર્યું છે તે તેમના શબ્દોમાં જ ઉતારી લઉં છું -
જગતમાં બે પ્રકારના મનુષ્ય હોય છે. ગુણ અને નિર્ગુણ. તેમાં જે પિતે જ નિર્ગુણ હોય છે તે તો બીજાને ગુણી દેખતા જ નથી. કપટી માણસ બીજા સરલને પણ કપટી જાણે છે. પાપી માણસ બીજાને પાપી જાણે છે. દુરાચારી માણસ બીજાને દુરાચારી ધારે છે. લંપટ માણસ સાધ્વી સ્ત્રીને પણ કુલટા ધારે છે. આ પ્રમાણે જગતપ્રવૃત્તિ છે તેમાં કાંઈ આશ્ચર્ય થાય તેમ નથી, કારણ કે જેવું પિતાના અંતરમાં હોય છે, તેવું જ બહાર દેખાય છે પણ આશ્ચર્ય તો તેમાં થાય છે કે પોતે ગુણી છતાં પણ કેટલાક એવા ઈર્ષ્યાયુક્ત સ્વભાવવાળા હોય છે કે બીજાના ગુણને જોઈ શકતા નથી, સહન કરી શકતા નથી, અન્યથી થતી કેાઈની પ્રશંસા સાંભળી શક્તા નથી, તેથી તેના ગુણમાં મિથ્યા રેષારોપણ કરીને પિતાના હૃદયમાં રહેલે દ્વેષ પ્રકટ કરે છે. ખરે સુજ્ઞ તો તેને ભાવ તરત જ સમજી જાય છે અને તેના ગુણપણામાં આ મેટી ખોડ છે એમ વિચારી હૃદયમાં ખેદ પામે છે. શાસ્ત્રકાર આવા ગુણીની પ્રશંસા કરતા નથી. તે તો કહે છે કે-જે ગુણ અન્યના ગુણના રાગી હોય, પોતાના વિશેષ ગુણ કરતાં પણ અન્યના સામાન્ય ગુણની-અ૫ ગુણની કિંમત વધારે આક્તા હાય, શુદ્ધ અંત:કરણથી તેની પ્રશંસા કરતા હોય, અનુમોદના કરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org