________________
૨૧૬
શ્રી શાંતસુધારમ્સ એમાં તો સદાચાર, સગુણે અને શાંતિનાં ઝરણું કુટશે અને ચારે તરફ આનંદ, શાંતિ અને પ્રગતિ-વિકાસ થતે દેખાશે; અને આપણે જાણે એ પુણ્યપ્રવાહમાં સ્નાન કરી મેટા સમુદ્રમાં ડુબકી મારતા હોઈએ એ અનુભવ થશે. એ સમુદ્રમાં તોફાન નથી, અવાજ નથી, ખારાશ નથી, જિંદગીનું જોખમ નથી અને એના નિર્મળ પરમ પવિત્ર પ્રવાહમાં, એના શાંત દુગ્ધ. જળમાં આજીવન પડ્યા રહેવાનો સિદ્ધ સંકલ્પ થાય તેવું છે.
બીજા નાના મુદ્દાઓ ઉપસંહારમાં ચર્ચવાના રાખી આપણે પ્રમોદ ભાવનામાં વિલાસ કરીએ. ત્યાં પ્રથમ દષ્ટિએ વતરાગ ભાવ તરફ ધ્યાન જાય તે સ્વાભાવિક છે. આપણું સર્વોત્કૃષ્ટ ભાવના અને અંતિમ આદર્શ સર્વ રાગદ્વેષથી મુક્ત થઈ, બહિરાત્મભાવ છોડી અંતરાત્મભાવમાં રમણ કરીએ તે છે. તે સાથે પરમાત્મદશા પ્રાપ્ત કરવા પણ હોય એમાં નવાઈ નથી. આપણે પરમાત્મભાવની સર્વોત્કૃષ્ટ વાનકી અહીં જેશું. એ આદર્શને પહોંચવા અન્ય દેશની કોઈ પ્રયત્ન પણ કરી શક્યું નથી. જેનદર્શન એ વીતરાગદશાને કેવી ચીતરે છે તે વિચારીએ. આ વીતરાગને આપણે ઓળખવા-સમજવા પ્રયત્ન કરીએ.
વીતરાગભાવ પ્રાપ્ત કરનાર પ્રાણીઓનાં ચરિત્ર જોઈએ તે તેથી વિકાસનાં કેમ સમજાશે. શ્રી આદિનાથના જીવનું ધન્ના સાર્થવાહના ભવથી કે શ્રી વીરપરમાત્માનું નયસારના ભવથી જે ચરિત્ર વિચારીએ છીએ તેમાં પ્રાણીને વિકાસ કેમ થાય છે તે સમજાય છે. પ્રાણુ ક્રમશઃ ધર્મ સન્મુખ થતો જાય છે, એની વિશ્વબંધુત્વ ભાવના ધીમે ધીમે વિશેષ જામતી જાય છે અને ગુણપ્રાપ્તિ અંતરદશા સન્મુખ થતી જાય છે. આ ગુણવિકાસ સાથે અંદરને વિકાસ ખૂબ સંબંધ રાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org