________________
ચિત્રીણાબ્દના
૧૪૩
૩. આ સંબંધમાં તને એક વાત કહેવાની છે. એક પ્રાણી પિતાના કર્મના ઉદયને લઈને તારી ઉપર કેપ કરે, કદાચ તને એકાદ ગાળ દે કે તારું અપમાન કરે તે શું તારે પણ તેના તરફ તેવા જ થવું? તારે પણ તેના ઉપર ક્રોધ કરવો ? તે પછી તારામાં ને તેનામાં ફેર શો રહ્યો ?
પૂર્વ કાળમાં એક સાધુ બહાર જતા હતા. રસ્તે એને ધોબી મળે. એ ધોબી સાધુને અથડાઈ ગયે. સ્વભાવે ક્રોધી હતો એટલે સાધુને માર મારવા લાગ્યો. સાધુએ એક બે ધેકા ખાધા, પરંતુ પછી સહન ન થઈ શકવાથી સાધુ સામે લાત મારવા લાગ્યા. ધોબી મજબૂત હતો. સાધુને વધારે માર પડ્યો એટલે એણે કોઈ દેવને સંભાર્યો. દેવ આવીને ઊભે ઊભે જોયા કરે છે કે સાધુ માર ખાય છે અને સામે લાતો મારે પણ છે. સાધુએ દેવને પૂછયું “આમ ઊભા ઊભા જોયા શું કરે છે ? મને મદદ કરે” દેવે કહ્યું “હું તો સાધુને મદદ કરવા આવ્યો છું, પણ અહીં તો બે બેબીને જોઉં .” સાધુ આ જવાબ સાંભળી સડક થઈ ગયા.
જેને “બેબી” થવું પાલવે તે કેપ કરનાર ઉપર કોપ કરે, બાકી જે મિત્રભાવ સમજે એ તે સામાના આત્માને હાનિ થતી જોઈને ખેદ પામે પણ પિતાની સમતા જરા પણ ન ગુમાવે, વિશિષ્ટતાની પરીક્ષા આવા પ્રસંગે જ થાય છે. મિત્રભાવની વાત કરવી સહેલી છે, પણ આ પ્રસંગ આવે ત્યારે મન ઉપર કાબૂ રાખવો અને પોતે પણ બેબી ન થવું એમાં જ ખરી કસોટી રહેલી છે.
૪. કઈ પણ પ્રકારને કજીયે, કંકાસ કે કલહ કરે એ સજજન માણસનું કામ નથી. સજજન–સપુરુષ કેણ કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org