________________
૧૮૨
શ્રીત કલાસ અંદરના વિચારને આકાર જોઈ શું વિચાર કર્યો તે જાણી શકે છે. જ્યારે મનમાં ષ થાય ત્યારે આખું ચિત્ર તદ્દન કાળું થઈ જાય છે. તું તારા મનનું આવું કાળું ચિત્ર દેરવા ઈચ્છતા હોય તો જ અંદર શત્રુતાને કે વૈરભાવને સ્થાન આપી શકે. તારે ધ્યાનમાં રાખવું કે ઉક્ત પ્રકારનું મન તારા પુણ્યને નાશ કરનાર છે એટલે કે તારા વિકાસને વીંખી નાખનાર છે. આથી તારા વિકાસની પ્રગતિ અટકી જશે એટલું જ નહિ પણ અધોગતિ થઈ જશે.
વાસ્તવિક રીતે તો સામે માણસ કદાચ તને નુકશાન કરનાર હોય તે પણ તું વિશાળતા રાખ. એ વિશાળતા, એ ઉચ્ચ મનેદશા, એ મહાનુભાવતા, એ સૌજન્યને તારા અન્તરમાં બરોબર ઉતાર. પછી તને કદી વૈર જાગશે જ નહિ. તું નિરર્થક વૈર કરવાનો તો વિચાર પણ ન કરે એમ માનીએ, પણ કારણુપ્રસંગ પ્રાપ્ત થાય તો પણ તારા મનની ખાનદાની બતાવ અને આ દુનિયામાં કોઈ પણ પ્રાણી તારો દુશ્મન નથી, ન જ હોઈ શકે, એમ પરિપૂર્ણ શ્રદ્ધાથી અચળ ધ્યાન વિચારણાથી ભાવ. તું એની મજા જેજે, એમાં તારે ઉચ્ચ ગ્રાહ અનુભવજે અને એથી તારા સંસ્કાર સુધારી આગળ વધજે. આ જીવનનો ઉદ્દેશ છે તે ભૂલતો નહિ અને નિરર્થક ગુંચવણમાં પડી તારા વિકાસને બગાડી નાખતો નહિ.
ખરડાયલું મન સુકૃત્યને નાશ કરનારું છે. ” એના અંતરમાં આ વિશિષ્ટ ભાવ વિકાસને અંગે છે તે જરા ઊંડા ઉતરવાથી પ્રાપ્ત થશે. કોઈની સામે મોરચો માંડવાની હકીકત આદર્યા પછી મનમાં કેવી કેવી રચનાઓ કરવી પડે છે, એ પર વિચાર કરીશ તે આ ભાવ ઝળકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org