________________
મૈત્રી –
::
ગેયાષ્ટક પરિચય –
૧. મિત્રીભાવને ઉત્કૃષ્ટ પ્રસાદ ઉપરના પાંચ ( છેલા) કેમાં રજૂ કર્યો છે. ગેયાષ્ટકમાં એ જ મુદ્દા પર વાત કરી છે તે આપણે સંક્ષેપમાં વિચારી જઈએ. મૈત્રીભાવ એ માનસવિદ્યાને અદ્દભુત આવિર્ભાવ હોઈ એના પર અનેક દ્રષ્ટિબિન્દુથી વિવેચન કરવું અતિ આવશ્યક છે. એ જેન તત્ત્વજ્ઞાનની અપરિમિત સૂક્ષ્મદશિતાને પ્રબળ પુરાવે છે અને વિશ્વદયાને જીવંત દાખલે છે. | મૈત્રી જેના હૃદયમાં બરાબર જામેલ હોય તે ચેતન જેન તંત્વરહસ્ય સક્રિય સ્વરૂપે સમજ્યો છે એમ કહી શકાય. આ મિત્રોના ઘણું લક્ષ્યબિન્દુઓ છે. એમાં માનસવિદ્યાના ઘણા વિશાળ પ્રશ્નોનો સમાવેશ થાય છે. આપણે થોડાં વધારે દષ્ટિબિન્દુએ વિચારી જેઈએ.
મૈત્રીભાવના અને કરુણભાવનાને બહુ ગાઢ સંબંધ છે તેથી કેટલીક વાર એકના પ્રદેશમાં બીજીનું સંક્રમણ થઈ જાય તે તે અનિવાર્ય છે, પણ એમાં જે મૈત્રીની વ્યાખ્યા તરફ બરાબર લક્ષ્ય રહે તો પ્રદેશ બરાબર વહેંચી શકાય તેમ છે.
જ્યાં પરહિતચિંતવન તરફ લક્ષ્ય રહે ત્યાં મંત્રી છે અને કયાં વ્યાધિ-પીડામાંથી પ્રાણીને બચાવવાની ઈચ્છા થાય ત્યાં કરુણાભાવના છે. હિતબુદ્ધિ ઉપર લક્ષ્ય એ મૈત્રી ભાવનાને પ્રદેશ છે, દુઃખ દૂર કરવાની વૃત્તિ એ કરુણું ભાવનાને પ્રદેશ છે. | હિત વિચારણામાં અહિત એટલે દુઃખનાં નાશે કે તેની વિચારણું તો જરૂર આવે, પણ તેમાં લક્ષ્ય તે હિત તરફ રહે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org