________________
શ્રી શાંતસુધ્ધારાસ
. ૭. સમસ્ત પ્રાણીવર્ગને પોતાના કુટુંબી ગણનાર પિતાના ગમે તેવા સ્વાર્થના ભેગે પણ તેને કોઈ પ્રકારે વિરોધ તે ન જ કરે, પણ એ સર્વ પ્રાણીઓને અંગે એ શા શા વિચાર કરે તે હવે આપણે વિચારીએ.
મૈત્રીભાવમાં ઓતપ્રોત થયેલ પ્રાણ જ્યારે નિગોદનું સ્વરૂપ સમજે, ત્યાંના જન્મમરણના આંકડા વિચારે અને એ આખું ચક્ર અનાદિ કાળથી ચાલ્યા કરતું જુએ ત્યારે એને અંત:કરણમાં બહુ વેદના થાય છે, એને પ્રાણીઓના દુઃખ અને ચક્રભ્રમણે માટે ભારે ત્રાસ આવે છે અને પ્રાણીઓના ઉદ્ધાર માટે એ કઈ જાતના ઢંગ વગર, દંભ વગર અંતરની પ્રેરણાથી મહાકૃપાભાવિત ચેતનના તરંગે કરતો વિચાર કરે. એના વિચાર કેવા હોય ? એ ચાલી જતા સંકેડાને કચરી નાખે નહિ, એ મચ્છરને આક્રમણ કરે નહિ, એ અનાજના કીડાધનેડીઆને દાબી દે નહિ. એ કઈ જીવને મારી નાખવાની ક૯૫ના કરે નહિ એ નારકનાં દુઃખો સાંભળી “ભલે એ પ્રાણુઓ એના કર્મો ભેગવે” એવું વિચારે નહિ. એને અંતરાત્મા પ્રાણીએનાં દુખે જોઈ કકળી ઉઠે, એને અંતરથી અનંત કૃપા જાગે અને એ પૂરા પ્રેમથી ઈએછે કે એક, બે, ત્રણ, ચાર ઇંદ્રિયવાળા પ્રાણીઓ પણ કયારે પંચંદ્રિયપણું પ્રાપ્ત કરે ? કયારે એ મનુષ્ય થાય ? બાધિદુર્લભ ભાવનામાં બતાવેલી સર્વ સામગ્રીઓ ક્યારે મેળવે ? બધિરત્ન કેમ જલ્દી પ્રાપ્ત કરે ? ને જ્ઞાન પ્રકાશને પૂરતો લાભ લઈ પિતાને આત્મવિકાસ કેમ જલદી સાધે ? અને એ રીતે આ સંસારભ્રમણના ભયથી સર્વથા વિરામ કયારે પામે ? તેમજ તેઓ કૃતકલ્યાણ કયારે થાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org