________________
બેધિદુર્લભ ભાવના
૧૩૫
જ્ઞાનની–આંતર પ્રકાશની આરાધના એટલે જ્ઞાનમય જીવન, જીવવાની તાલાવેલી, એની આસેવના અને એમાં એકાગ્રતા, એ એની સાચી આરાધના છે. જ્ઞાનમય જીવનના આવિર્ભા આધિદૈવિક છે, અસાધારણ છે, ખરેખર સેવવા યોગ્ય છે, એનાં મનોરાજ્ય જ અનેરાં હોય છે. મોટાં આયુષ્ય હતાં ત્યારે જ્ઞાનવિલાસમાં કરેડા વર્ષો નીકળતાં અને અનુત્તર વિમાનનાં દે જ્ઞાનરાજ્યમાં જ બધે કાળ પૂરે કરે છે. જ્ઞાનીનાં જીવન નાના–બોધિસના ઉડ્ડયને ચીતરી શકાય તેમ નથી, પણ આકર્ષક છે એ તો સાચા જ્ઞાની સાથે પરિચયમાં આવતાં દેખાય. જીવનનું સુખ કે સાર્થક્ય ધન કે વૈભવમાં કદી નથી જણાયું, પણ સાચા બેધવાળાના સત્સંગમાં જ તે સદા અવસ્થિત છે.
એ બધિરત્નની આરાધના કરી તારા ખરા હિતને આ સંસારમાં–આ ભવમાં સાધ. એની આરાધના એ જ હિત છે એ સમજાય તેવી વાત છે અને તેમ કરીને તારી પિતાની આત્મશક્તિથી અધમ ગતિને અટકાવી દે. જ્ઞાનમય જીવનનું આ પરિણામ છે. વિકાસ વધે એટલે નીચે ઉતરવાની વાત સંભવે નહિ. મુદ્દાની વાત જ્ઞાનમય જીવન કરી દેવાની છે અને તે અત્યારે શક્ય છે અને તારે ખાસ કર્તવ્ય છે. શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે અને હાય તેને ટકાવી રાખવા માટે પણ જ્ઞાનપ્રકાશની જરૂર છે. આ વાત તું બરાબર સમજી લેજે અને સમજીને બધિરત્નની દુર્લભતા વારંવાર ગાજે. આ ભાવ પ્રત્યેક ગાથાને અંતે યાદ કરવાનું છે. આટલે સર્વસાધારણ ઉપદઘાત કરી હવે તેની સિદ્ધિનાં કારણો સમજાવે છે.
૨. નિગોદ–અવ્યવહારરાશિમાં જીવેનું શરીર, તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org