________________
૧૪૮
શ્રી શાંતસુધારસ ઊભા રહ્યા. આખી રાત નાટક ચાલ્યું. રાત્રિની બે ઘડી બાકી રહી
ત્યારે નાચનાર વારાંગનાના પગ ઢીલા પડવા માંડયા, રાજારાણું ર્સિહાસને બેઠા હતા. મીજલસ જામી હતી. નગરજને હજારોની સંખ્યામાં જોવા આવેલા હતા. - યુવતી વારાંગના જરા ઢીલી પડવા લાગી. ગાઈ ગાઈને જરા થાકી. તેને બગાસું આવ્યું. તે જોઈ એની વૃદ્ધ માતા–અકકા પછવાડે બેઠી હતી તેણે નીચે પ્રમાણેની ગાથા કહી.
सुङ गाइयं सुहु वाइयं, सुहु नश्चियं सामसुंदरि ! ।
છુપાતિય રાગો, સુમિત્તેિ મા પમાયg II “ હે શામસુંદરી ! તેં સારી રીતે ગાયું, સારી રીતે વગાડ્યું, સારી રીતે નૃત્ય કર્યું, દીર્ધરાત્રી એ પ્રમાણે પસાર કરીને હવે સ્વપ્નને ( રાત્રિને ) અંતે-દાન મળવાને અવસરે પ્રમાદ ન કર. ( સાવધ થઈ જા. ) ”
આ ગાથા ત્યાં બેઠેલા અનેકને બંધબેસતી આવી ગઈ. ક્ષુલ્લકે વિચાર કર્યો કે સાઠ વર્ષ ગુરુકુળવાસ સેવ્યા અને હવે અવસર પાળે છે ત્યારે મેં આ શો ધ ધ આદર્યો? આમ વિચારી પિતાનું રત્નકંબળ ઈનામમાં ફેંકી દઈ પાછો ફર્યો, ગુરુ પાસે ગયે અને જીવન સફળ કર્યું. બાર વર્ષથી પતિની રાહ જોઈ એક કુળવધૂ પતિત થવાની તૈયારીમાં હતી તે પણ સ્થિર થઈ ગઈ. એ પ્રમાણે રાજકુંવરાદિ અનેક મનુષ્ય ચેત્યા. - આ અવસર મળે છતાં તેને લાભ લેતા પ્રાણી પાછો પડી જાય છે અથવા પ્રમાદ, વિકથા કે બેટી ચર્ચામાં મળેલ તકને ગુમાવી દે છે. મહામુસીબતે મળેલ બધિરત્નને પેલા વિપ્રની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org