________________
૧૬૮
શીશાંન્ત સુધાજન્સ હોય છે? એ કારણેાની બાંધછોડ કરવામાં આવશે તેમ જણાશે કે એમાં સ્વાર્થવૃત્તિને વિશેષ સ્થાન છે. દુનિયાના મોટા ભાગના વેર જર, જમીન અને જેરુ(સી)ને કારણે હોય છે વૈર સ્વાર્થ સંઘદૃથી જ બહુધા થાય છે. જર અને જમીનમાં મુદ્દો બહુધા એક જ હોય છે. “અધિકારી એક વસ્તુકા, ઉસમેં હત બિરેધ” એટલે કે વસ્તુ એક હોય અને એને પ્રાપ્ત કરવાને પ્રયાસ બે જણાઓ કરતા હોય ત્યારે તેમની વચ્ચે વિધિ-વૈર થાય છે. આમાં સ્વાર્થવૃત્તિ વિશેષ હોય છે. જરા વિશાળ નજરથી કામ લેવામાં આવે, જરા દિલની ઉદારતા બતાવવામાં આવે, જરા ત્યાગભાવ બતાવવામાં આવે તે ધન અને જમીન માટે વૈર થવાનું સંભવે નહિ. - સ્ત્રી સંબંધી વૈરમાં “મોહ” વિશેષ કામ કરે છે. મેહ એ કેફ છે. એને વશ પડેલ પ્રાણી પિતાની જાત ઉપર અંકુશ
ઈ બેસે છે. વગર વિરેાધે સ્ત્રી સંબંધી વૈરે શમાવવા શક્ય છે. - આ ઉપરાંત કીર્તિ કે પદવીને અંગે માનસિક વિરોધ થાય છે અને તે સ્થળ રૂપ લે છે ત્યારે દુશમનાવટનો આકાર ધારણ કરે છે. આવા વિરોધ તે જરા વિશાળ દષ્ટિએ ચર્ચવાથી, રુબરુ ખુલાસા કરવાથી અથવા અંતરની ઉદારતા બતાવવાથી શમી જવા શક્ય છે.
વૈર જેવી ચીજ આ જીવનમાં ન જોઈએ. વૈરવૃત્તિ ધીમે ધીમે એટલી વધી જાય છે કે એને અખલિત રીતે વધવા દેવામાં આવે તો એ બહુ નુકસાન કરે છે. વૈરવૃત્તિનું બાહા દર્શન ક્રોધમાં થાય છે. ક્રોધ એ કષાય છે, કષાય એ સંસાર છે અને સંસાર એટલે ચકભ્રમણ છે. ક્રોધને સ્વભાવ આગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org