________________
૧૬૬
શ્રી શાંતસુધારસ
આર્થિક દુઃખને પાર નથી. એ દુઃખની પીડાનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે. આ દુઃખોને દૂર કરવાની ઇચ્છા તે કરુણાભાવના કહેવાય છે. ભાવના એટલે અંતરંગ પ્રદેશમાં વર્તતી ઈચ્છા તે નિરંતર લક્ષ્યમાં રાખવાનું છે. ભાવનાને પ્રદેશ જુદે છે, કાર્યને ઉપદેશ જુદો છે. દુઃખ દૂર કરવાની ઈચ્છા તે “કાય.” - ઉપેક્ષા એટલે “દુષ્ટબુદ્ધિવાળા તરફ મધ્યસ્થ વૃત્તિ. * જેઓ પરધન હરણ કરવામાં મજા માનતા હોય, જુગાર અને સટ્ટામાં આસક્ત હોય, પરસ્ત્રીમાં રમણ કરનારા હાય, જીવહિંસામાં રત હોય, દગા-ફટકા કરવામાં જીવન સાફલ્ય માનતા હોય, દંભ, ચેરી, પશૂન્ય, નિંદા, વિકથામાં એકતાન બની જતા. હોય તે સર્વને દુષ્ટબુદ્ધિવાળા કહેવામાં આવે છે. તેવા પ્રાણીએને સુધારવાને ઉપાય બનતી શક્તિ, આવડત અને સમજાવટથી કરવા છતાં જે તેઓ પોતાના અગ્રાહ્ય જીવનક્રમથી પાછા ને ઓસરે તો તેના તરફ બેદરકારી કરવી, તેઓ અંતે પિતાનાં કર્મને વશ છે અને કરશે તેવું ભેગવશે એમ માની, એમના સંબંધી ખટપટ મૂકી દઈ તેમની ઉપેક્ષા કરવી અને તેમના માટે કાંઈ બોલવું કે વિચારવું નહિ તે “ઉપેક્ષા.” આ ઉપેક્ષાનું અપરનામ “માધ્ય ” પણ કહેવાય છે. એ બને નામમાં પણ સાધ્ય એક છતાં દષ્ટિબિન્દુ પૃથફ છે તે એ ભાવવાને પ્રસંગ આવશે ત્યારે સ્પષ્ટ કરવા પ્રયત્ન કરશું.
આવી રીતે ઉપઘાત કરી જનતા પાસે આ ચાર યોગભાવનાને પ્રદેશ રજૂ કર્યો. હવે આ ચાર ભાવના સંબંધી ગાન કરવાનું છે એવી ભૂમિકા રજૂ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org