________________
૧૨૮
શ્રીશાંતસુધારસ આવી રીતે મતપંથની વિવિધતા, બુદ્ધિવાની વિપુળતા, યુક્તિ લગાવી સ્વમત સ્થાપન કરવાની ઉત્સુકતા, દેવના સાન્નિધ્યને અભાવ અને અતિશય જ્ઞાનને અભાવ એ સર્વ અત્યારે વતે છે. આવા વખતમાં અને આવા સંગમાં તો જે ધર્મ ઉપર દઢ રહે તેને ખરે નસીબદાર સમજ–એને સાચે ભાગ્યશાળી સમજવો.
આ સ્થિતિ કાંઈક અંશે શ્રી વિનયવિજય ઉપાધ્યાયના વખતમાં હતી. એમના વખતમાં ધર્મચર્ચાએ જોસભેર થતી હતી, વાદવિવાદો થતા હતા અને મતભેદો ઘણા હતા, છતાં સ્વરક્ષણની પ્રબળ ભાવના ધર્મપરત્વે તે વખતે હતી.
આપણે સમયના પ્રશ્નને તે ઘણા આકરા છે. ઉપાધ્યાયજીના વખતમાં તે એકલા તપગચ્છમાં બાવન પંડિત હતા, દેશ સમૃદ્ધ હતા, મુગલાઈના પાયા હચમચ્યા હતા પણ હજુ એને સૂર્ય મધ્યાહે તપતો હતો. અત્યારે આપણે બસે વર્ષના તદ્દન ઠંડા કાળ પછી આવ્યા છીએ, જીવનકલહ પાર વગરને છે, પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના મહાન સંઘર્ષણે ચાલી રહેલા છે અને જડવાદ શરૂઆતમાં તો એ આવ્યું કે ધર્મ એટલે ધતીંગ કહેવાઈ ગયું. જીવનકલહની સખ્તાઈ, જડવાદનું વાતાવરણ અને ધર્મચર્ચાને બદલે બીજા અનેક પ્રકોની ગુંચવણે એટલી વધી પડી છે કે ધર્મસંબંધી વિચાર કરવાની ફુરસદ પણ ઘણું ખરાને મળે તેમ નથી અને મળી જાય તે તેની દરકાર કે જરૂરીઆત પણ દેખાતી નથી. સાધન વધવા છતાં સાધનોને લાભ લેનારાની સંખ્યા પૂરતા પ્રમાણમાં વધી છે કે નહિ તે માટે પ્રશ્ન છે. વર્તમાન યુગને બરાબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org