________________
૧૩૨
શ્રીષ્ણાંતસુધારન્સ રીતે અનેક ઉપદ્રને આધીન શરીર છે અને તેને લઈને જ આયુષ્ય ક્ષણભંગુર છે. કાલે સવારે શું થશે તે કઈ કહી શકે તેમ નથી.
આવી રીતે શરીરના ઉપદ્રવ અને આયુષ્યની ક્ષણભંગુરતા દીવા જેવી ઉઘાડી છે ત્યારે તું કયા જોર ઉપર મદાર બાંધીને તારા ખરા હિતની સાધનાના અતિ મહત્વના કાર્યમાં ઢીલ કરી રહ્યો છે ? જે તને કોઈ પ્રકારની ખાત્રી મળેલી હોય કે તું એ ઉપદ્રવથી મુક્ત છે કે મુક્ત રહેવાને છે અથવા તે તું અમુક વર્ષો જીવવાનું છે તે તે તું વિલંબ કરે તે વાત ઠીક ગણાય, પણ એ કેઈ આધાર મળે તેમ નથી. અતિ કસરતી શરીરવાળા પણ નાની વયમાં ચાલ્યા જાય છે તો પછી તું તે શેના ઉપર મુસ્તકીમ થઈને હિતકાર્ય ઢીલમાં નાખે છે ? તારા હિત ને શ્રેયની વાત આ બને લેકમાં કરી છે તે ખરેખરા હિત અને શ્રેયની છે એમ સમજ. ટૂંકી નજરે કે ટૂંક સમય માટે સહજ હિત થાય તેને દીર્ઘદષ્ટિવાળાઓ ખરું હિત ગણતા નથી.
તું આળસ–પ્રમાદથી કે બેદરકારીથી, અપ વિચારણાથી કે ઉપેક્ષાથી પડી રહ્યો હોય તે ચેતી જજે. પરપોટો ફૂટતા વાર નહિ લાગે અને ફૂટશે ત્યારે તે ફૂટે છે એમ ઘણીવાર તે તને ખબર પણ નહિ પડે. તું તે વખતે સાવધ હઈશ કે બેશુદ્ધ હોઈશ તે પણ કહેવાય નહિ અને પછી તારી સર્વ મનની મનમાં રહી જશે. માટે ઊઠ, જાગૃત થા અને સ્વહિત અને પરમ શ્રેયની પ્રાપ્તિ માટે પ્રયત્ન કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org