________________
બેધિદુર્લભભાવના
૧૧૩ ૫. કદાચ ધર્મતત્વને જાણવાની ઈચ્છા થઈ આવે તે પણ ગુરુમહારાજની સમીપે જઈને ધર્મશાસ્ત્રનું શ્રવણ થવું મુશ્કેલ છે, કારણ કે વિપરીત પ્રરૂપણાના પ્રસંગે અને વિકથા (કુથલી) વિગેરેમાં પડી જતાં તે તે વિષયના રસના આવેશથી ચિત્તની એકાગ્રતા અનેક પ્રકારના વિક્ષેપને લઈને મલિન થઈ જાય છે. (અને તેમ થતાં તેને પરિણામે શ્રવણ દુર્લભ બને છે.)
૬. ધર્મ સાંભળીને અને તે સમજીને–તેનાથી બેધ પામીને પ્રાણી ધર્મકાર્યમાં ઉદ્યમ કરવા જાય છે ત્યારે રાગ, દ્વેષ, શ્રમ, આળસ, ઊંઘ વિગેરે અંતરંગના દુશ્મનનાં ટેળાંઓ જેઓ સારું કામ કરવાની તકને હમેશાં વિનાશ કરતા જ રહે છે તે તેમાં બાધા કરે છે–ફાચડ મારે છે-કરતાં અટકાવે છે.
૭. રાશી લાખ જીવાયેનિમાં તેં કઈ જગ્યાએ ધર્મની વાર્તા સાંભળી છે? ઘણે ભાગે જનતા તો ઋદ્ધિ, રસ, શાતાના મોટા ગરોની મોટી મોટી વાતોમાં આસક્ત થઈને અરસ્પરસ તે સંબંધી વાતચીત જ કર્યા કરે છે.
૮. એવી રીતે અત્યંત દુર્લભથી પણ દુર્લભ એવું સર્વ ગુણના ભંડારરૂપ બધિરત્ન (સમકિત) પ્રાપ્ત કરીને શાંતરસનું સરસ અમૃતપાન જે મોટા ઉચ્ચ પ્રકારના વિનયના પ્રસાદથી તને પ્રાપ્ત થયું છે તેને ઉપયોગ કરતે અમૃતરસને તું પી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org