________________
લકસ્વરૂ૫ ભાવના
થાકી જવાને નથી, હજુ સુધી થાક્યો નથી અને ભવિષ્યમાં કદી થાકવાને નથી.
વિશ્વના અનાદિત્વ સંબંધી મોટી ચર્ચા છે. એની આદિ કેઈએ જોઈ નથી, એને કાંઈ ઈતિહાસ નથી અને એની શક્યતા પણ નથી. મરઘી પહેલી કે ઈડું પહેલું ? એ સવાલનો નિર્ણય કરતાં છેવટે અનવસ્થા જ પ્રાપ્ત થાય છે. બીજ વગર વૃક્ષ ન થાય અને બીજ વૃક્ષનાં ફળમાં જ હોય છે, એમ ચર્ચા કરીએ તે પણ અંતે અનાદિમાં જ પર્યવસાન પામે છે. - રુ. . આ લોકપુરુષ છે. એમાં છ દ્રવ્યો ભરેલા છે. લેકમાં છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને પુગળો છે. - આ છ દ્રવ્ય નિત્ય છે અને પોતપોતાના ધર્મોમાં સ્થિર રહે છે. અસ્તિકાય એટલે સમૂહરૂપ સમજવું. એમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવ અરૂપી છે; જયારે પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય નિષ્ક્રિય છે, જીવ અને પુદગળ સક્રિય છે. આકાશ આધાર છે અને ધર્મ, અધર્મ, પુદુગળ અને જીવ આધેય છે. આકાશનો સ્વભાવ અવકાશ આપવાનું છે, ધર્માસ્તિકાય ગતિનિમિત્ત છે અને અધર્માસ્તિકાય સ્થિતિનિમિત્ત છે. શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, તડકે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ પુદગલનું લક્ષણ છે. કાળ વસ્તુને નવીન તેમજ પુરાણ બનાવે છે અને એના સમય, આવલિકા વિગેરે વિભાગે છે. સેકન્ડ, મિનિટ, કલાક એ પણ કાળદ્રવ્યના જ વિભાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org