________________
પરિચ્છેદ ૬-૨૪,૨૫,૨૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
સૂત્રાર્થ- (૧) અજ્ઞાનાત્મક, (ર) અસ્વપ્રકાશક, (૩) સ્વરૂપમાત્ર પ્રકાશક, (૪) નિર્વિકલ્પક, અને (૫) સમારોપ એ બધા સ્વરૂપાભાસ છે. II ૬-૨૪||
ટીકાર્થ–“સ્વપ૨વ્યવસાયિ જ્ઞાનું પ્રમUP' આવા પ્રકારનું પ્રમાણનું સ્વરૂપ અર્થાત્ લક્ષણ પ્રથમપરિચ્છેદના બીજા સૂત્રમાં આવ્યું છે. તેનાથી જે કંઈ પણ વિપરીત હોય તેને સ્વરૂપાભાસ કહેવાય છે. તે સૂત્રમાં જ્ઞાનને જ પ્રમાણ જણાવ્યું છે તેથી અજ્ઞાન એ સ્વરૂપાભાસ છે. તથા આ જ્ઞાન સ્વનું (જ્ઞાનનું) અને પરનું (જ્ઞયનું) પ્રકાશક હોય તો જ પ્રમાણ કહ્યું છે. તેથી જે જ્ઞાન સ્વનો પ્રકાશ ન કરતું હોય, અર્થાત્ પરનો જ પ્રકાશ કરતું હોય અથવા જે જ્ઞાન સ્વનો જ માત્ર પ્રકાશ કરતું હોય પરંતુ પરનો પ્રકાશ ન કરતું હોય તે જ્ઞાન સ્વરૂપાભાસ છે. તથા વ્યવસાયવાળું (નિર્ણયાત્મક) જે જ્ઞાન તે પ્રમાણ કહ્યું છે તેથી સામાન્યમાત્રનો બોધ કરાવનારું નિર્વિકલ્પજ્ઞાન (દર્શનાત્મકબોધ) તે સ્વરૂપાભાસ છે. તથા આવું નિર્ણયાત્મક જે જ્ઞાન તે પ્રમાણ કહ્યું છે. તેથી નિર્ણયાત્મક જ્ઞાનને બદલે સમારોપ (ભ્રમાત્મક જ્ઞાન-સંશય, વિપર્યય અને અનધ્યવસાયાત્મક જ્ઞાન) તે સ્વરૂપાભાસ છે. આ જ વાત હવે પછીના સૂત્રમાં ઉદાહરણો આવવાથી સ્પષ્ટ સમજાશે. / ૬-૨૪ /
આ પાંચને કેમ સ્વરૂપાભાસ કહેવાય છે? તે સમજાવવા તેનાં અનુક્રમે દષ્ટાન્ત આપે છે.
સૂત્રાર્થ- (૧) સન્નિકર્ષાદિ, (૨) અસ્વસંવિદિત, (૩) પરનું અપ્રકાશક જ્ઞાન, (૪) દર્શન, અને (૫) વિપર્યય-સંશય તથા અનધ્યવસાય આ સર્વે અનુક્રમે સ્વરૂપાભાસ છે. I ૬-૨પII
ટીકાર્થ– જ્ઞાન જ હેયથી નિવૃત્તિ, ઉપાદેયમાં પ્રવૃત્તિ, અને ઉપેક્ષણીયથી ઉપેક્ષાબુદ્ધિ કરાવે છે. માટે જ્ઞાન જ હિતાહિતમાં પ્રવર્તક-નિવર્તક હોવાથી પ્રમાણ ગણાય છે. તેથી તૈયાયિક અને વૈશેષિકાદિ જે જે દર્શનકારો જડ એવા સન્નિકર્ષાદિને પ્રમાણ માને છે. તે ઉચિત નથી. કારણ કે ઈન્દ્રિયો અને પદાર્થોનો સન્નિકર્ષ હોવા છતાં પણ જો જ્ઞાન ન હોય તો પ્રવૃત્તિ-નિવૃત્તિ થતી નથી. મૃતક-શરીરમાં વિષયોનો યોગ કરાવવામાં આવે તો પણ જ્ઞાન ન હોવાથી પ્રવૃત્તિ-નિવૃત્તિ હોતી નથી. તેથી સગ્નિકર્ષો તો ઇન્દ્રિય અને પુગલોના સંયોગાત્મક હોવાથી જડ છે. તેને પ્રમાણ કહેવાય નહીં. છતાં નૈયાયિકાદિ દર્શનકારો સગ્નિકર્ષાદિને જે પ્રમાણ માને છે. તે અજ્ઞાનાત્મક (જડાત્મક)ને પ્રમાણ માનવું તે પ્રથમ સ્વરૂપાભાસનું ઉદાહરણ છે.
કેટલાક દર્શનકારો જ્ઞાનને પ્રમાણ માને છે. પરંતુ જ્ઞાન પોતે પોતાનો બોધ કરાવતું નથી. ઘટ-પટાદિ પરનો જ બોધ કરાવે છે. એમ માને છે. એટલે જ્ઞાન એ અસ્વપ્રકાશક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org