Book Title: Ratnakaravatarika Part 3
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 422
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨ ૪૦૫ सामर्थ्यप्रदर्शनात् कस्यचित् संदेहस्यापोहेऽपि तस्य प्रकारान्तरेण संभवतोऽनपोहे कथं प्रारब्धसिद्धिः ?, विप्रति-पत्तेरिव संदेहस्यापि ह्यपरिमिता: प्रकाराः, इति कियन्तस्ते स्वयमेवाशङ्क्याऽऽशक्य शक्याः पराकर्तुम् ?। न च प्रदर्शितेऽपि सामर्थ्य स्वपक्षकपक्षपातिनोऽस्य विश्रम्भः संभवति, येन प्रारब्धमवबुद्ध्येत । दृश्यन्ते हि साधनमिव तत्समर्थनमपि कदर्थयन्तः प्रतिवादिनः, इति साधनमभिधाय सामर्थ्यांप्रदर्शनेऽपि दोषाभावात् स्थितमेतदकरणे न गुणो न दोष इति ॥ પ્રશ્ન- પરંતુ જ્યાં અનભ્યાસદશા હોય છે. અને પ્રમાણતાની સિદ્ધિ અન્યથી= પરથી જ થાય છે. ત્યાં તો વાદીએ પોતે હેતુનું સામર્થ્ય જણાવવું જ જોઇએને ? સારાંશ કે સ્વાર્થાનુમાનમાં ધૂમનું પ્રત્યક્ષજ્ઞાન અભ્યાસદશાપશ છે. તેથી તેને પ્રમાણાત્તરથી જણાવવું પડતું નથી. પરંતુ જ્યાં જ્યાં આવા પ્રકારની અભ્યાસદશા હોતી નથી. ત્યાં ત્યાં તો સામર્થ્ય જણાવવા બીજું પ્રમાણ કરવાનું રહ્યું જ. તો તેવા સ્થાને તો સામર્થ્ય જણાવવું જ જોઇએ ને ? ઉત્તર- ધારો કે વાદી પોતાના કહેલા હેતુનું સામર્થ્ય (તે હેતુમાં હોવા છતાં તેનું) પ્રદર્શન ન કરે તો શું વાંધો આવે ? શું થાય ? પ્રશ્ન- પહેલાં અમે કહેલું જ છે કે હેતુમાં સંદેહ રહે. આ હેતુ સાધ્ય સાધી આપશે કે સાધ્ય નહી સાધી આપે? આવો સંદેહ ઉભો રહે, અને આવા સંદેહથી પ્રારંભેલા અનુમાનની સિદ્ધિ થતી નથી. ઉત્તર– વાદી વડે કહેવાયેલા હેતુમાં સાધ્ય-સાધવાનું સામર્થ્ય વિદ્યમાન હોવા છતાં પણ જો પ્રમાણાન્તરથી તે સામર્થ્ય પ્રદર્શિત કરવામાં ન આવે તો “આ હેતુ સાધ્ય-સાધવાના સામર્થ્યવાળો છે આવું” પ્રતિવાદી વડે જણાતું નથી. તેનો અર્થ એ થયો કે વિદ્યમાન સામર્થ્ય પણ અપ્રદર્શિત હોય તો ન જણાય. જો ખરેખર આમ જ હોય તો તેની જેમ પ્રતિવાદીના હૃદયમાં રહેલો આ હેતુ સંબંધી સંદેહ પ્રતિવાદી દ્વારા જ્યાં સુધી પ્રદર્શિત કરવામાં ન આવે ત્યાં સુધી વાદી વડે પણ કેમ જણાય ? કે જે સંદેહ દૂર કરવા તેને કંટકોદ્ધાર કરવો પડે. સારાંશ કે વાદીના હેતુમાં રહેલું સામર્થ્ય જો પ્રદર્શિત કરવામાં ન આવે તો તે સામર્થ્ય જણાતું નથી. તેમ પ્રતિવાદી વડે સંદેહ જો પ્રદર્શિત કરવામાં ન આવે તો વાદી વડે પ્રતિવાદીના હૃદયગત સંદેહ પણ ક્યાંથી જણાય ? અર્થાત્ ન જ જણાય. અને વાદીને પ્રતિવાદીનો સંદેહ જણાતો નથી તેથી તે દૂર કરવા માટે કંટકોદ્ધાર પણ કરવાનો રહેતો જ નથી. પ્રશ્ન- સ્વવુહ્ય વાદીએ પોતે જ પોતાના હેતુને સબળ સાબિત કરવા માટે પ્રતિવાદીના હૃદયમાં રહેલા હેતુના સામર્થ્ય સંબંધી સંદેહને પોતાની બુદ્ધિથી કલ્પી લેવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444