Book Title: Ratnakaravatarika Part 3
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 425
________________ ૪૦૮ પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨ રત્નાકરાવતારિકા ભાગ-૩ धार्यते, न तु यावत् संदिग्धं विवादापन्नं वा तावत् सर्वमुद्धरेदेव, असंख्याता हि सन्देहविवादयोर्भेदाः, कस्तान् कात्स्येन ज्ञातुं निराकर्तुं वा शक्नुयात् ?। इति यावत्तेभ्यः प्रसिद्धिः प्रतिभा वा भगवती प्रदर्शयति, तावदुद्धरणीयम्, तदधिकोद्धारकरणे तु कदर्थ्यते सिद्धसाधनाभिधानादिदोषेण-सिद्धमपि साधयंश्च कदा नामायं वावदूको विरमेदिति सत्यं व्याकुलाः स्मः, एकेन प्रमाणेन समर्थितस्यापि हेतोः पुनः समर्थनाय प्रमाणान्तरोपन्यासप्रसङ्गात्, साध्यादेरप्येवम्, इति न काञ्चिदमुष्य सीमानमालोकयामः । तेन सिद्धस्य समर्थनमनर्थकत्वाद् न कर्तव्यम् । 'सिद्धसाध्यसमुच्चारणे सिद्धं साध्यायोपदिश्यते' इति न्यायात् साध्यसिद्धये त्वभिधानमस्यावश्यमुपेयम् , अपर था ह्यसिद्धमसिद्धेन साधयतः किं नाम न सिद्धयेत् ? । यत्र तु सिद्धत्वेनोपन्यस्तस्यापि सिद्धत्वं संदिग्धं विवादाधिरूढं वा भवेत् , तत्र तत्समर्थनं सार्थकमेव । ततः स्थितमेतद् यो यत् सिद्धमभ्युपैति, तं प्रति न तत्साधनीयमिति ॥ વળી ધારો કે વાદી પોતે જ સ્વબુદ્ધિથી સ્વયં કલ્પના કરી કરીને કંટકોદ્ધાર કરે, આ પક્ષ સ્વીકારીએ તો પણ સંદેહનાં અથવા વિવાદનાં જેટલાં સ્થાનો સંભવી શકે તેનો જ ઉદ્ધાર કરતો આ વાદી પ્રૌઢતાગુણ વડે વાદસભામાં ઘણી શોભા પામે છે. નિર્મળ યશ મેળવે છે. એટલે આ કંટકોદ્ધાર કરે તો કંઈ ખોટું નથી. તેને ફાયદો જ છે તેથી જે જે કંટકોનો ઉદ્ધાર કરે છે તે કાં તો સંદિગ્ધ જ હોય અથવા કાં’તો વિવાદાસ્પદ જ હોય” આવું અવધારણ કરવું. પરંતુ “જે જે સંદિગ્ધ અથવા વિવાદાસ્પદ હોય તે સઘળું ઉદ્ધરે જ” આવું અવધારણ ન કરવું. કારણકે સંદેહ અને વિવાદના પ્રકારો અસંખ્યાતા હોય છે. તે સઘળાને જાણવા માટે કે તેને દૂર કરવા માટે કોણ સમર્થ બને ? તેથી તે પ્રતિવાદી દ્વારા (અથવા કોઈ પ્રયોજન ઉપસ્થિત થાય ત્યારે સભ્યો દ્વારા) જેટલા સંદેહોની અથવા દૂષણોની પ્રસિદ્ધિ દર્શાવાય, અથવા પોતાની (માવતિ ) નિર્મળ પ્રતિભા જેટલી હોય, તેટલો જ સંદેહ અને દૂષણોને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેનાથી અધિક ઉદ્ધાર કરવામાં “સિદ્ધસાધનાભિધાન” વગેરે દોષોથી વાદીની કદર્થના થાય છે. અને સભ્યો તત્ત્વ સાંભળવામાં ઉદ્વેગ પામે છે. તે આ પ્રમાણે સાંભળનારા શ્રોતાઓ (સભ્યો) મનમાં આવું વિચારે છે કે- જે હેતુ સાધ્ય સાધવામાં સમર્થ છે. તેવા સિદ્ધહેતુને પણ આ વાદી પોતાની પ્રતિભા બતાવવા (સારી છાપ પાડવા) સાધ્યા જ કરે છે. સાધ્યા જ કરે છે. સતત બોલ્યા જ કરે છે. આ (વાવદૂક) વાયડો (બોલ બોલ કરનારો) વાદી ક્યારે આ વાદકથાથી વિરામ પામશે ? ખરેખર સાચે જ અમે તેનું સાંભળી સાંભળીને કંટાળી ગયા છીએ કારણકે કોઈપણ એક પ્રમાણથી હેતુનું સમર્થન (સાધ્ય સાધવાનું સામર્થ્ય) સિદ્ધ થયું છે. છતાં ફરી ફરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444