Book Title: Ratnakaravatarika Part 3
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 423
________________ પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨ રત્નાકરાવતારિકા ભાગ-૩ જોઇએ. અને સ્વબુદ્ધિથી “અહીં મારા હેતુમાં તમને કદાચ આવો સંદેહ થાય તો’ આમ કહીને તેણે પોતે જ કંટકોદ્ધાર કરીને પોતાના હેતુને સબળ સિદ્ધ કરવો જોઇએ. ઉત્તર- ફતરેપિ= વાદી દ્વારા કહેવાયેલ હેતુમાં સાધ્ય-સાધનનું સામર્થ્ય છે જ” આવું ઇતર એવા પ્રતિવાદી વડે પોતાની બુદ્ધિથી જ કલ્પી લેવામાં આવે તો શું ખોટું થાય ? ૪૦૬ પ્રશ્ન- ૩થ વાહિન:- પ્રતિવાદી વાદીની શક્તિની પરીક્ષા કરવા રાહ જુએ છે કે–વાદી પોતે પોતાના હેતુનું સામર્થ્ય જણાવી શકે છે કે નથી જણાવી શક્તો ? આમ પરીક્ષા કરવા માટે પ્રતિવાદી પોતાની બુદ્ધિથી હેતુના સામર્થ્યની કલ્પના કરતો નથી. ઉત્તર- ત િપ્રતિવાહિનો- તો પછી પ્રતિવાદીની અંદર મારા હેતુમાં દૂષણ આપવાની શક્તિ કેટલી છે ? તેની પરીક્ષા કરવા માટે વાદી વડે પણ પ્રતિવાદીના હૃદયમાં રહેલ સામર્થ્યનો સંદેહ સ્વબુદ્ધિથી કલ્પાતો નથી. પ્રતિવાદી જો કોઈ દૂષણ આપીને મારા હેતુના સામર્થ્યમાં શંકા કરશે તો હું કંટકોદ્ધાર કરીશ. ત્યાં સુધી મારે કંઇ કરવાનું રહેતું જ નથી. મારો હેતુ સાચો જ છે. આમ માનીને પોતાની બુદ્ધિથી પ્રતિવાદીના હૃદયગત સંદેહ જાણવા વાદી પણ પ્રયત્ન કરતો નથી. પ્રશ્ન- ૩૬થ દ્વિતીયક્ષાાં- પરંતુ વાદી પોતાના સાધ્યને સાધવા માટે જેટલું બોલવું ઉચિત લાગે તેટલું જ્યારે બોલી રહે અને પ્રતિવાદીને બોલવાનો વારો જ્યારે આવે છે. ત્યારે બીજી કક્ષામાં પ્રતિવાદી વાદીના હેતુમાં ભિન્ન-ભિન્ન દૂષણો જેમ જણાવે છે. તેમ તમારો હેતુ સાધ્ય-સાધવામાં સામર્થ્યની શંકાવાળો છે. આમ સંદેહને પણ જણાવતો છતો વાદીમાં દૂષણ આપવાની પોતાની શક્તિને પ્રગટ કરે જ છે. સારાંશ પ્રતિવાદીને બોલવાનો વારો જ્યારે આવે ત્યારે તે પ્રતિવાદી વાદીના હેતુમાં દૂષણો પણ બતાવે છે. સામર્થ્યની શંકા પણ જણાવે છે. અને દૂષણ આપવાની પોતાની શક્તિ પણ પ્રગટ કરે જ છે. ફક્ત પોતાનો વારો આવે ત્યારે એટલે કે બીજી કક્ષામાં. ઉત્તર- તરૢિ વાદ્યપિ= તો પછી ત્રીજી કક્ષામાં (એટલે કે પ્રતિવાદી બોલી રહે ત્યારબાદ) વાદી પણ પ્રતિવાદીએ આપેલાં અનેક દૂષણોને જેમ દૂર કરે છે. તેમ હેતુના સામર્થ્યસંબંધી સંદેહને પણ દૂર કરતો છતો શું પોતાની સમર્થનશક્તિને પ્રગટ ન કરી શકે ? અર્થાત્ કરી શકે જ છે. એટલે કે જો બીજી કક્ષામાં પ્રતિવાદી દૂષણો આપે અને હેતુના સામર્થ્યની શંકા ઉપજાવે તો ત્રીજી કક્ષામાં વાદી પણ તે દૂષણો દૂર કરવાનું (એટલે કે કંટકોદ્ધાર કરવાનું) કામકાજ અને સામર્થ્યની શંકાને દૂર કરવાનું કામકાજ પણ અવશ્ય કરે જ છે. અમારું કહેવું ફક્ત આટલું જ છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444