Book Title: Ratnakaravatarika Part 3
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 438
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨ બીજીકક્ષામાં રહેલા પ્રતિવાદીએ વાદીના અનુમાનમાં આપેલા દૂષણને તૃતીયકક્ષામાં વાદીએ અદૂષણ રૂપે સદ્ યુક્તિઓથી સિદ્ધ કરવું જોઇએ. અને પ્રતિવાદીના પ્રમાણને અપ્રમાણ તરીકે સિદ્ધ કરવું જોઇએ, પોતાને આપેલા દોષને દૂર કરવો અને પ્રતિવાદીએ આપેલી વાતને તોડવી આ જ વાદીનું તૃતીયકક્ષામાં વ્ય છે. આ બન્ને કાર્યો વાદીએ અવશ્ય કરવાં જોઇએ. જો વાદી આ બે કાર્યોમાંથી કોઇપણ એક કાર્ય કરે અને બીજું કાર્ય ન કરે તો તે વાદ વાદાભાસ બની જવાનો પ્રસંગ આવે. કારણકે વાદી પોતાને આપેલા દોષને દૂર કરે તો પોતાની હાર ન થાય, પરંતુ પ્રતિવાદીના પ્રમાણને અપ્રમાણ સિદ્ધ ન કરે તો વિજયલક્ષ્મી પ્રાપ્ત ન થાય. તેવી જ રીતે પ્રતિવાદીના પ્રમાણને અપ્રમાણ કરે પરંતુ પોતાના દોષને દૂર ન કરે તો પણ પોતાના પક્ષમાં શંકા ઉભી રહેતી હોવાથી વિજયલક્ષ્મી પ્રાપ્ત ન થાય. માટે તૃતીયકક્ષામાં વાદીએ બન્ને કાર્યો અવશ્ય કરવાં જ જોઇએ. ઉદયને પણ કહ્યું છે કે– પ્રતિપક્ષના (એટલે કે પ્રતિવાદીના) સાધનને ખંડિત કર્યા વિના વાદીના સાધનની નિર્દોષ સાધનપણે સિદ્ધિ થતી નથી. કારણકે વિરોધની શંકા તો ઉભી જ રહે છે. એટલે કે પ્રતિવાદીની વાત પણ સાચી હોય એવું કાં ન બને ? આવી શંકા ઉભી રહે છે. તેથી પોતાને પ્રતિવાદીએ આપેલા દૂષણને દૂર કરવા દ્વારા પોતાની રક્ષા કરતો એવો પણ તે વાદી પ્રતિવાદીના પ્રમાણને જો અપ્રમાણ તરીકે દૂષિત ન કરે તો તે વિજયી બનતો નથી. માત્ર પ્રશંસનીય બને છે. જેમ કોઇ એક યોદ્ધા ઉપર બીજો યોદ્ધો પ્રહાર કરે અને પ્રથમ યોદ્ધો તે પ્રહારને નિષ્ફળ બનાવે, પરંતુ પોતે બીજા યોદ્ધા ઉપર પ્રહાર ન કરે તેવા યોદ્ધાની જેમ આ વાદી પ્રશંસનીય બને છે. પરંતુ વિજયવાળો બનતો નથી. ૪૨૧ न च प्रथमं प्रमाणं दूषितत्वात् परित्यज्य परोदीरितं च प्रमाणं दूषयित्वा स्वपक्षसिद्धये प्रमाणान्तरमाद्रियेत, कथाविरामाभावप्रसङ्गादित्युक्तमेव । अत एव स्वसाधनस्य दूषणानुद्धारे परसाधने विरुद्धत्वोद्भावनेऽपि न जयव्यवस्था, तदुद्धारे तु तदुद्भावनं सुतरां विजयायेति को नाम नानुमन्यते ? । सोऽयं सर्वविजयेभ्यः श्लाघ्यते विजयो यत्परोऽङ्गीकृतपक्षं परित्याज्य स्वपक्षाराधनं कार्यत इति वादी तृतीयकक्षायां प्रतिवादिप्रदर्शितं दूषणं दूषयेत् पूर्वं प्रमाणं चाप्रमाणयेदिति ॥ एवं चतुर्थपञ्चमकक्षादावपि स्वयमेव विचारणीयम् ॥ ८-२२॥ વાદી દ્વારા પ્રથમકક્ષામાં જે પ્રમાણ રજુ કરાયું, તે પ્રતિવાદી દ્વારા બીજીકક્ષામાં દૂષિત કરાયેલું હોવાથી તે પ્રમાણને વાદી જો ત્યજી દે, અને પ્રતિવાદી દ્વારા જે. પ્રમાણ રા કરાયું, તેને જ દૂષિત કરીને પછી પોતાના પક્ષની સિદ્ધિ માટે અન્ય નવા પ્રમાણનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444