Book Title: Ratnakaravatarika Part 3
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 440
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૩ ૪૨૩ एकः स्वात्मनि तत्त्वनिर्णिनीषुः, परश्च परत्र, द्वौ वा परस्परम् , इत्येवं द्वावपि यदा तत्त्वनिर्णिनीष भवतस्तदा यावता तत्त्वस्य निर्णयो भवति. तावत ताभ्यां स्फर्ती सत्यां वक्तव्यम् , अनिर्णये वा यावत् स्फूर्ति तावद् वक्तव्यम् વિવેચન-જ્યારે વાદી અને પ્રતિવાદી જિગીષ ભાવવાળા હોય ત્યારે કેટલી કક્ષા સુધી બોલવું ? કેટલું બોલવું ? ઇત્યાદિ સમજાવીને હવે વાદી અને પ્રતિવાદી જ્યારે તત્ત્વનિર્ણિનીષ હોય ત્યારે કેટલી કક્ષા સુધી બોલવું અને કેવું બોલવું ? તે સમજાવે છે. કે જ્યારે બન્ને તત્ત્વનિર્ણિનીષ હોય એટલે કે એક સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ હોય અને બીજા પરત્ર તત્ત્વનિર્ણિનીષ હોય, આમ બે તત્ત્વનિર્ણિનીષ વચ્ચે જ્યારે વાદ-કથા આરંભાય છે. ત્યારે જ્યાં સુધી તત્ત્વનો નિર્ણય થાય ત્યાં સુધી વાદકથા ચાલુ રાખવી. અથવા વાદી-પ્રતિવાદી (અને સભ્યો)ની જ્યાં સુધી સ્કૂર્તિ (સાંભળવાની ઇચ્છા-તમન્ના) હોય ત્યાં સુધી વાદ-કથા ચાલુ રાખવી. જ્યારે તત્ત્વનિર્ણય થાય તેવો સંભવ ન હોય ત્યારે જયાં સુધી વાદીપ્રતિવાદીની સ્કૂર્તિ હોય ત્યાં સુધી વાદ-કથા ચાલુ રાખવી. અહીં જિગીષભાવ નથી તેથી બીજી કક્ષાઓની કે સાધન-દૂષણ વચનની કે કંટકોદ્ધાર કરવાની જરૂર નથી. જિજ્ઞાસુ ભાવ છે. બન્ને આત્માઓ સરળ છે. સ્વ-પર ઉપકાર કરવાની મનોવૃત્તિવાળા છે. માટે અધિકની જરૂર નથી. एवं च स्थितमेतत् स्वं स्वं दर्शनमाश्रित्य सम्यक् साधनदूषणैः । जिगीषोर्निर्णिनीषोर्वा वाद एकः कथा भवेत् ॥१॥ भङ्गः कथात्रयस्याऽत्र निग्रहस्थाननिर्णयः । श्रीमद्रत्नाकरग्रन्थाद् धीधनैरवधार्यताम् ॥२॥ । यतः- प्रमेयरत्नकोटीभिः पूर्णो रत्नाकरो महान् । तत्रावतारमात्रेण वृत्तेरस्याः कृतार्थता ॥३॥ ઉપર જણાવેલી લંબાણવાળી ચર્ચાનો સારાંશ આ પ્રમાણે નીકળે છે કે પોતપોતાના દર્શનને આશ્રયી સમ્યક એવાં સાધનવચન અને સમ્યક એવાં દૂષણવચનો દ્વારા જિગીષ જીવોનો અને તત્ત્વનિર્ણિનીષ જીવોનો જે વાદ પ્રારંભાય છે. તેને જ કથા (વાદ-કથા) કહેવાય છે. ૧ વાદકથામાં તાર્કિકપુરુષો વડે વારંવાર વપરાતી (વાદ-જલ્પ અને વિતંડા આમ) ત્રણ પ્રકારની કથાનું ખંડન, તથા નિગ્રહસ્થાનોનો નિર્ણય પૂજ્ય ગુરુદેવશ્રી વાદિદેવસૂરિજીના બનાવેલા શ્રીસ્યાદ્વાદરનાકર નામના (સાગર સમાન) ગ્રંથમાંથી બુદ્ધિશાળી આત્માઓએ જાણી લેવો. | રા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444