Book Title: Ratnakaravatarika Part 3
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 442
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮: સૂત્ર-૨૩ ૪૨૫ આંખો ફાટી ગઈ છે.), તાર્કિક (નૈયાયિક) પુરુષો વડે જે (વાદિદેવસૂરિજી)નું બહુમાન કરાયું છે. (તર્કશાસ્ત્રના વિષયમાં સર્વે નૈયાયિકોને જિતને બધા તાર્કિકો તરફથી જેઓએ ઘણું માન મેળવ્યું છે), મહાકવિઓ રચે તેવી કવિતાઓ જે આસાનીથી રચી શકે છે. જૈનસિદ્ધાન્તના શાસ્ત્રોના સારને જાણવામાં જે પારગામી છે. અને દુષ્ટ વાદીઓને નિયંત્રણમાં રાખવા માટે જે અંકુશ સમાન છે. એવા શ્રીવાદિદેવસૂરિજી મહારાજશ્રીના બે ચરણરૂપી કમળમાં ભ્રમરસમાન એવા અને અતિશય અલ્પબુદ્ધિવાળા એવા શ્રી રત્નપ્રભસૂરિજીએ આ લઘુટીકા (રત્નાકરાવતારિકા) બનાવી. ||૪|| પાંચ હજાર શ્લોક પ્રમાણ આ ટીકાનું જે પઠન-પાઠન કરે છે તેની, કોઇની પણ સાથે બોલતી વેળાએ મા એટલે તેજસ્વિતા, પતી ઉત્સાહ (આનંદ) અને મરતી વાણી અવશ્ય વિસ્તાર પામે છે. શોભા પામે છે. (પ્રથમ ભારતી દ્વિવચનમાં છે. માં ૨ તિતિ મારતી, અને બીજો ભારતી શબ્દ સ્ત્રીલિંગ પ્રથમા એકવચન છે. અને ત્યારે ભારતી એટલે વાણી અર્થ છે. પી! | ૮-૨૩ ॥ इति प्रमाणनयतत्त्वालोके श्रीरत्नप्रभाचार्यविरचितायां रत्नाकरावतारिकाख्यलघुटीकायां वादस्वरूपनिर्णयो नामाष्टमः परिच्छेदः, तत्समाप्तौ च समाप्तेयं रत्नाकरावतारिकाऽऽख्यलघुटीका ॥ આ પ્રમાણે પ્રમાણનયતત્તાલોક નામના મૂળગ્રંથ ઉપર (ગ્રંથકાર પૂજ્ય શ્રી વાદિદેવસૂરિજીના જ શિષ્ય) શ્રીરત્નપ્રભાચાર્ય વડે રચાયેલી રત્નાકરાવતારિકા નામની લઘુટીકામાં વાદના સ્વરૂપનો નિર્ણય સમજાવનારો આ આઠમો પરિચ્છેદ સમાપ્ત થયો. અને તેની સમાપ્તિ થયે છતે રત્નાકરાવતારિકા નામની આ લઘુટીકા પણ સમાપ્ત થઈ. આ પ્રમાણે પ્રમાણન તાલોક નામના મૂળગ્રંથ ઉપરની પૂજ્ય આચાર્ય દેવશ્રી રત્નપ્રભાચાર્ય વિરચિત શ્રીરત્નાકરાવતારિકા નામની લઘુટીકાના સરળ ગુજરાતી વિવેચનનો આ ત્રીજો ભાગ અહીં સમાપ્ત થાય છે. આ ત્રીજો ભાગ સમાપ્ત થયે છતે ત્રણ ભાગમાં થઈને આઠ પરિચ્છેદાત્મક આ ગ્રંથનું ગુજરાતી વિવેચન પણ અહીં સમાપ્ત થાય છે. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444