Book Title: Ratnakaravatarika Part 3
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 441
________________ ૪૨૪ પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૩ રત્નાકરાવતારિકા ભાગ-૩ કારણકે પ્રમેય પદાર્થો રૂપી રત્નોની કરોડોની સંખ્યા વડે ભરપૂર ભરેલો સ્યાદવાદ રત્નાકર નામનો આ ગ્રંથ મહાન રત્નાકર (સમુદ્ર સમાન) છે. આ વૃત્તિ તો તેમાં ઉતરવા માટે હોડી (નાવ) સમાન બનાવી છે. એટલે તે મહાસાગરમાં પ્રવેશ કરાવવા માત્રથી જ આ ટીકાની સાર્થક્તા-સફળતા છે. प्रमाणे च प्रमेये च बालानां बुद्धिसिद्धये । किञ्चिद् वचनचातुर्यचापलायेयमादधे ॥१॥ न्यायमार्गादतिक्रान्तं किञ्चिदत्र मतिभ्रमात् । यदुक्तं तार्किकैः शोध्यं तत् कुर्वाणैः कृपां मयि ॥२॥ आशावासःसमयसमिधां संचयैश्चीयमाने, स्त्रीनिर्वाणोचितशुचिवचश्चातुरीचित्रभानौ प्राजापत्यं प्रथयति तथा सिद्धराजे जयश्री-; र्यस्योद्वाहं व्यधित स सदा नन्दताद् देवसूरिः ॥३॥ प्रज्ञातः पदवेदिभिः स्फुटदृशा संभावितस्तार्किकैः, कुर्वाणः प्रमदाद् महाकविकथां सिद्धान्तमार्गाध्वगः । दुर्वाद्यङ्कशदेवसूरिचरणाम्भोजद्वयीषट्पदः; श्रीरत्नप्रभसूरिरल्पतरधीरेतां व्यधाद् वृत्तिकाम् ॥४॥ वृत्तिः पञ्चसहस्राणि येनेयं परिपठ्यते ॥ भारती भारती चाऽस्य प्रसर्पन्ति प्रजल्पतः ॥५॥ ॥ ८-२३ ॥ પ્રમાણ અને પ્રમેયના વિષયમાં જે જે જીવો બાલક છે. તે બાલકોની બુદ્ધિના વિકાસ માટે તથા તે બાલજીવોમાં કંઈક વચનની ચતુરાઈ અને ચપળતા આવે તે માટે અમે આ “રત્નાકરાવતારિકા” નામની ટીકાની રચના કરી છે. / ૧TI ન્યાયમાર્ગનું ઉલ્લંઘન કરીને મતિ ભ્રમના કારણે જે કંઈ અહીં કહેવાયું હોય તે મારા ઉપર કૃપા કરનારા તાર્કિકપુરુષોએ અવશ્ય સંશોધન કરવું. રો. દિગંબરોના સિદ્ધાન્ત રૂપી લાકડાંના સમૂહ વડે વૃદ્ધિ પામતો એવો, અને સ્ત્રીઓ અવશ્ય નિર્વાણ પદ પામે જ છે. આ વાત સિદ્ધ કરવામાં ઉચિત એવાં પવિત્ર વચનોની ચતુરાઈ છે જેમાં એવો અગ્નિ પ્રગટ હોતે છતે, (કારણકે લગ્ન અગ્નિની સાક્ષીએ થાય છે. માટે આવા અગ્નિ જ્યારે હતો ત્યારે), અને સિદ્ધરાજ રાજા પ્રજાપતિ (પુરોહિતગોર મહારાજા-પરણાવનારા બ્રાહ્મણ) બન્યા હતા ત્યારે વિજ્યલક્ષ્મીએ જે વાદિદેવસૂરિજીની સાથે લગ્ન કર્યા તે વાદિદેવસૂરિજી મહારાજા સદાકાળ આનંદ પામો. ૩ પ્રમાણનયતત્તાલોકાલંકાર ગ્રંથના ક્ત શ્રીવાદિદેવસૂરિજી મ. સા. કેવા હતા? તે જણાવે છે કે- (૧) પદોને જાણવાવાળા (વૈયાકરણીઓ) વડે આશ્ચર્યથી ચક્તિ દૃષ્ટિ દ્વારા જે જોવાયા છે. (જે વાદિદેવસૂરિજીનો વ્યાકરણનો વિષય જોઈને વૈયાકરણીઓની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444