________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
વાદીએ પ્રથમકક્ષામાં જ દૂષણો કલ્પી-કલ્પીને કંટકોદ્ધાર કરવાની જરૂર નથી. બીજી કક્ષામાં પ્રતિવાદી જેવાં દૂષણો આપે, તેના પ્રતિસ્પર્ધી રૂપે ત્રીજી કક્ષામાં વાદીએ “પડશે એવા દેવાશે''ના ન્યાયથી કંટકોદ્ધાર અવશ્ય કરવાનો રહે છે.
-િ વળી ધારો કે વાદી પોતાના હેતુમાં કોઇ કોઇ પ્રકારો વડે કલ્પના કરી કરીને કંટકોદ્ધાર કરવા દ્વારા સાધ્ય-સાધવાનું સામર્થ્ય હેતુમાં છે જ. આમ સિદ્ધ કરવાથી સામર્થ્યનું પ્રદર્શન કરવા વડે પ્રતિવાદીની કોઇ કોઇ શંકાને દૂર કરે, તો પણ તે સંદેહ અન્ય અન્ય પ્રકારે સંભવી શકે છે. અને તે સઘળા પ્રકારના સંદેહોને દૂર ન કરો ત્યાં સુધી પ્રારંભેલા સાધ્યની સિદ્ધિ કેમ થાય ? કારણકે વિવાદની જેમ સંદેહના પણ અનેક પ્રકારો સંભવે છે. સ્વયં પોતે આ શંકાઓ કરી કરીને તો કેટલી શંકાઓ દૂર કરી શકે ? દૂષણો બતાવવાના અનંત પ્રકારો હોવાથી બધા જ સ્વયં કલ્પના કરીને દૂર કરી શકાતા નથી. પ્રતિવાદીની જેટલી શક્તિ હોય અને તે જેટલાં દૂષણો જણાવે અને જેટલી શંકાઓ હેતુમાં દર્શાવે, તેટલાં જ દૂષણો અને શંકાઓ વાદી ત્રીજી કક્ષામાં દૂર કરી શકે છે.
૪૦૭
ન ચ પ્રવૃńિતેઽપિ-વળી ધારો કે વાદી પોતે જ પોતાની બુદ્ધિથી હેતુમાં દોષોની ઉત્પ્રેક્ષા કરી કરીને દૂષણો દૂર કરે અને આ હેતુમાં સાધ્ય-સાધવાનું સામર્થ્ય છે જ. આમ સામર્થ્ય પ્રદર્શિત કરે, તો પણ પ્રતિવાદી પોતાના પક્ષમાં એકાન્ત આગ્રહી હોય છે. તેથી આ પ્રતિવાદીનો આટલા માત્રથી વાદ કથાથી વિરામ કંઇ સંભવતો નથી. કે જેથી વાદીનું સાધ્ય પ્રથમ કક્ષામાં જ કલ્પના દ્વારા કંટકોદ્ધાર કરવા માત્રથી સિદ્ધ થઇ જાય. અર્થાત્ ગમે તેટલો સ્વબુદ્ધિથી કલ્પીને કંટકોદ્ધાર પ્રથમ કક્ષામાં વાદી કરે તો પણ દ્વિતીય કક્ષામાં પ્રતિવાદી જેમ હેતુને કદર્શિત કરે છે. તેમ હેતુમાં સાધ્ય-સાધવાના સામર્થ્યને પણ કદર્શિત કરે જ છે. આવા જ પ્રતિવાદીઓ હોય છે એમ જગતમાં દેખાય છે. એટલે વાદીને તો ત્રીજી કક્ષામાં જ કંટકોદ્ધાર કરવાનો અને સંદેહ દૂર કરવાનો રહે છે. પણ પ્રથમ કક્ષામાં નહીં. માટે પ્રથમ કક્ષામાં તો સાધન માત્રને કહીને તેનું સામર્થ્ય કદાચ વાદી ન જણાવે તો પણ તેને કંઇ દોષ લાગતો નથી. (હા. એક વાત છે કે જો પ્રથમ કક્ષામાં જ સ્વબુદ્ધિથી જ દોષો કલ્પીને તેનો ઉદ્ધાર કર્યો હોય તો નિર્મળ યશ મળવા રૂપ ગુણ પ્રાપ્ત થાય. તે ગુણ
આ વાદીને પ્રાપ્ત થતો નથી. આ વિશેષ છે.) આ રીતે પ્રથમ કક્ષામાં ઉત્તરને=આ કંટકોદ્ધાર ન કરવામાં નિર્મળયશની પ્રાપ્તિ રૂપ ગુણ પણ નથી અને હાર થઇ જવા રૂપ દોષ પણ નથી આ વાત નક્કી થઇ.
करणे तु यदेव संदेहस्य विवादस्य वा भवेदास्पदम् तस्यैवोद्धारं कुर्वाणः समलंक्रियते प्रौढतागुणेन, यदुद्धरेत् तत्संदिग्धमेव विवादापन्नमेव चोद्धरेदित्येवमव
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org