________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
૪૧૫
આ વિષયમાં ઉદયન આચાર્યે પણ કહ્યું છે કે– જે પ્રતિવાદી વ્યક્તિ હોય છે. તેને પ્રથમ કક્ષામાં વાદી દ્વારા કહેવાયેલા વચનના અર્થોને બરાબર જાણીને બીજી કક્ષામાં “તમે જે આ પ્રમાણે બોલ્યા'' ઇત્યાદિરૂપે અનુવાદ કરીને, ત્યાર બાદ તેમાં દૂષણો આપીને (દૂષણો દ્વારા પરપક્ષનું ખંડન કરીને) પછી પોતાના પક્ષની સ્થાપના કરવી જોઇએ. જો દૂષિત કર્યો છે વાદીનો પક્ષ જેણે એવો પ્રતિવાદી વાદીના પક્ષને દૂષિત કર્યા બાદ સ્વપક્ષની સિદ્ધિનો પ્રયોગ ન કરે તો તે વિજયી બનતો નથી. તે પ્રતિવાદીએ વાદીના પક્ષને દૂષિત કર્યો એટલા માત્રથી તે શ્લાઘ્ય બને છે. પરંતુ સ્વપક્ષની સિદ્ધિ વિના વિજયી બનતો નથી. જેમકે- યુદ્ધમાં જે સૈનિક પરનો (શત્રુનો) ઘાત કરે પરંતુ પોતાની રક્ષા ન કરી શકે તે વીર (બહાદૂર) કહેવાય. પરંતુ વિજયી ન કહેવાય તેમ અહીં સમજવું.
આ કારણથી પ્રતિવાદી જો “પ્રૌઢતા યુક્ત એવી વિજયલક્ષ્મીને ઇચ્છતો હોય’ તો તેણે વિના પ્રયત્ને (કોઇની પણ પ્રેરણાની અપેક્ષા રાખ્યા વિના-સહજ ભાવે જ) પ્રાપ્ત થયેલી, અને પ્રૌઢતા તથા વિજયલક્ષ્મી આ બન્નેના આધારભૂત એવી વાદીના અનુમાનમાં દેખાતી ‘“વિરુદ્ધતા'ની ઉપેક્ષા કરવી જોઇએ નહીં. એટલે કે તે વિરુદ્ધહેત્વાભાસ જણાવવામાં બેધ્યાન-(બેદરકાર) રહેવું જોઇએ નહીં. પરંતુ અતિશય ચતુરાઈ પૂર્વક તે વિરુદ્ધતાને શોધીને જો વિરુદ્ધતાનો સંભવ જણાય તો સૌથી પ્રથમ તો તે વિરુદ્ધતાને જ પ્રદર્શિત કરવી જોઇએ. અને આ રીતે વાદીને વિરુદ્ધતા આપ્યા પછી પોતાના પક્ષની સિદ્ધિ માટે સાધનાન્તર (બીજો હેતુ) કહેવો જોઇએ નહીં. કારણકે તેમ કરવાથી વ્યર્થત્વદોષની પ્રાપ્તિ થાય. આ પ્રમાણે બીજી કક્ષામાં પ્રતિવાદીએ કેટલું અને કેવું બોલવું જોઇએ તે વાત સમાપ્ત કરી.
આ પ્રમાણે પ્રતિવાદી બોલી રહ્યા પછી ત્રીજી કક્ષામાં (બોલવાના ત્રીજા વારામાં) ઉપસ્થિત એવા વાદીએ પ્રતિવાદી દ્વારા અપાયેલી વિરુદ્ધતાનો પરિહાર જ કરવો જોઇએ. ત્યારબાદ ચોથી કક્ષામાં પણ પ્રતિવાદીએ વાદી દ્વારા કરાયેલા પરિહારનો ઉદ્ધાર માત્ર જ કરવો જોઇએ. પરંતુ વાદીની વાતમાં દૂષણાન્તર આપીને (બીજા બીજા હેતુઓથી) વાદીની વાતને દૂષિત કરી, પરપક્ષનું ખંડન કરી, પોતાના પક્ષની સિદ્ધિ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ નહિં. કારણકે જો આમ દૂષણાન્તર આપવાની પરંપરા જ ચાલુ રખાય તો વાદકથાના વિરામનો અભાવ થવાનો જ પ્રસંગ આવે.
વળી ‘શબ્વ: નિત્ય: ધૃતાત્'' આવા પ્રકારના વાદીના અનુમાનમાં પ્રતિવાદીએ બીજીકક્ષાની અંદર જ ઘૃતત્ત્વ હેતુની વિરુદ્ધતા જ્યારે જણાવી, ત્યારે જ
Jain Education International
**
For Private & Personal Use Only
www.jainelibrary.org