________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૭
રત્નાકરાવતારિકા ભાગ-૩
प्रव्रज्याधिकारित्वात्, पुरुषवत् । न चैतदसिद्धं साधनं "गुव्विणी बाल-वच्छा य पव्वावेडं न कप्पइ" इति सिद्धान्तेन तासां तदधिकारित्वप्रतिपादनात्, विशेष-प्रतिषेधस्य शेषाभ्यनुज्ञानान्तरीयकत्वात् । दृश्यन्ते च सांप्रतमप्येताः कृतशिरोलुञ्चना उपात्तपिच्छिकाकमण्डलुप्रमुखयतिलिङ्गाश्च, इति कुतो नैतासां प्रव्रज्याधिकारित्वसिद्धिः ?, यतो न मुक्तिः स्यात् । इति सिद्धा यथोक्तरूपस्यात्मनो यथोक्तलक्षणा सिद्धिः ॥ ७-५७ ॥
૩૪૮
દિગંબરોએ કહેલા બાધક અનુમાનો દોષિત કરીને હવે “સ્ત્રીઓમાં મોક્ષ છે' આવા પ્રકારનાં સાધક અનુમાનો કહે છે. તે આ પ્રમાણે
“મનુષ્યની કોઇ સ્ત્રી, નિર્વાણપદની અધિકારી છે. નિર્વાણપદનાં જે જે કારણો છે તે અવિક્લ (સંપૂર્ણ) કારણો તેનામાં પણ છે. પુરુષની જેમ” અમારા અનુમાનમાં કહેલો આ હેતુ મોક્ષગામી કોઇ સ્ત્રીમાં સંભવે જ છે. તેથી પક્ષવૃત્તિ હેતુ હોવાથી અસિદ્ધ હેત્વાભાસ થતો નથી. કારણકે નિર્વાણપદનું અવિક્લકારણ સમ્યગ્દર્શનાદિ રત્નત્રયી છે અને તે કારણ સ્ત્રીઓમાં પણ પુરુષની જેમ વર્તે જ છે. આ વાત પ્રારંભમાં જ કહેલી છે. રત્નત્રયીની સાધના જેમ કોઇ પુરુષ કરી શકે છે. તેમ કોઇ સ્ત્રી પણ અવશ્ય કરી જ શકે છે. માટે અવિક્લકારણ નામનો હેતુ પક્ષમાં વર્તે જ છે. તેથી આ હેતુ અસિદ્ધ નથી જ.
અમારો આ હેતુ વિરુદ્ધ કે અનૈકાન્તિક હેત્વાભાસ પણ નથી. કારણકે જે હેતુ વિપક્ષમાં જ વર્તે તે વિરુદ્ધ, અને વિપક્ષમાં પણ વર્તે તે અનૈકાન્તિક કહેવાય છે. અહીં મનુષ્યોની જાત સ્ત્રી-પુરુષ અને નપુંસક ત્રણ હોય છે. અહીં સ્ત્રીઓમાં મોક્ષપ્રાપ્તિ સિદ્ધ કરાય છે. પુરુષોમાં સર્વને માન્ય અને સિદ્ધ છે. એટલે સ્ત્રી એ પક્ષ અને પુરુષ એ સપક્ષ કહેવાય છે. પરંતુ નપુંસકો (જન્મથી નપુંસકો) મોક્ષે જતા નથી. તેથી તે વિપક્ષ બને છે. અહીં વિપક્ષ એવા (સાધ્યાભાવવાળા-મુક્તિ-પ્રાપ્તિના અભાવવાળા) નપુંસકાદિથી (અહીં વિ શબ્દથી યુગલિક સ્ત્રી-પુરુષો, તથા ભરતઐરાવતક્ષેત્રવર્તી ૧-૨-૫-૬ આરામાં જન્મનારા સ્ત્રી પુરુષો પણ વિપક્ષ તરીકે લીધા હોય એમ લાગે છે) ‘“અવિક્લકારણત્વ'' હેતુ અત્યન્તવ્યાવૃત્ત છે. કારણકે અવિક્લકારણતા=રત્નત્રયીની ઉત્કૃષ્ટતા નપુંસકાદિમાં હોતી નથી. માટે હેતુ વિપક્ષથી વ્યાવૃત્ત છે. તેથી આ હેતુ વિરુદ્ધ કે અનૈકાન્તિક પણ થતો નથી.
પ્રશ્ન-મનુષ્યની સ્ત્રીજાતિ મુક્તિપદના અવિક્લકારણવાળી છે. આમ શાના આધારે કહો છો ? તે વાતમાં શું પ્રમાણ ?
ઉત્તર-મનુષ્યની સર્વે સ્ત્રીઓ પ્રવ્રજ્યાની અધિકારી નથી, પરંતુ કોઇ (વિશિષ્ટ વૈરાગ્યાદિ ગુણવાળી) સ્ત્રીઓ પ્રવ્રજ્યાના અધિકારવાળી છે. અને પ્રવ્રજ્યાના અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org