________________
૩૮૬ પરિચ્છેદ-૮ સૂત્ર-૧૮
રત્નાકરાવતારિકા ભાગ-૩ કહેવાયેલી તે ચર્ચા જ જો યાદ ન રહે તો તેમાં ગુણો અને દોષો જ્યારે જ્યારે આવતા હોય ત્યારે ત્યારે તે પ્રાપ્ત અવસરમાં ગુણો અને દોષોનો બોધ પણ થતો નથી. તેથી વાદીએ શું વાત કરી ? અને પ્રતિવાદીએ શું વાત કરી ? તે વાતને ધારી રાખવાની ધારણા શક્તિ પણ હોવી જરૂરી છે. તેથી તેનું કથન કરેલું છે.
(૩) ક્યારેક ક્યારેક વાદી અને પ્રતિવાદી વડે પોતપોતાની પ્રૌઢતા (હોંશિયારીબડાઈ) જણાવવા માટે પોતપોતાના સિદ્ધારતમાં પ્રતિપાદન ન કરેલા એવા પણ વ્યાકરણ-ન્યાય-સાહિત્ય અને કાવ્ય આદિમાં પ્રસિદ્ધ એવા ગુણ-દોષનો પ્રસંગવશાત્ પ્રયોગ કરે અને ત્યારબાદ તેનું સમર્થન કરે આમ કરીને વિષયાન્તર થઇ જાય અને નિરર્થક બીજી વાતોમાં સમય ગુમાવી વાદનો ટાઇમ પૂરો કરે કે જેથી પોતાની હાર થતી દેખાતી હોય તે વાદનો સમય પૂરો થઈ જવાથી બીજા દિવસ ઉપર વાદ જાય અને વચ્ચે વસ્તુતત્ત્વ વિચારવાનો સમય મળી રહે જેથી હાર ન થાય. આમ વિષયાન્તર અર્થવાળા ગુણ-દોષની ચર્ચામાં ઉતરી જાય. જેમકે વિશેષ લક્ષણ રૂપ હોય તે ગુણ કહેવાય. અગ્નિનો ગુણ દાહજ્જા, સ્ફટિકનો ગુણ ઉજ્જવલતા, પ્રાપ્તકરેલા સંસ્કારો ચૂત થઇ જવા-ચાલ્યા જવા તે દોષ, જેમકે–વ્રતધારી થઈને વ્રતથી ભ્રષ્ટ થવું આને ગુણ-દોષ કહેવાય છે. આવા પ્રકારની વિષયાતર અને સ્થાનાન્તરમાં પ્રસિદ્ધ ગુણ-દોષની વ્યાખ્યામાં તથા ચર્ચામાં વાદી-પ્રતિવાદી સમય ન ગુમાવે તે માટે ગુણદોષના સૂક્ષ્મ અર્થોના જાણકાર સભ્યો હોવા જોઇએ તે જણાવવા માટે “બાહુશ્રુત્ય” આવું વિશેષણ સભ્યોનું કહ્યું છે.
(૪) તે વાદી અને પ્રતિવાદી વડે જ પોતપોતાની પ્રતિભા દ્વારા કલ્પના કરીને પોતાના પક્ષમાં ગુણો અને પરપક્ષમાં જે દોષો અપાયા હોય, તેમાં કેટલા સાચા છે અને કેટલા ખોટા છે તેના નિર્ણય માટે સભ્યોમાં “પ્રતિભા” હોવી જોઈએ. આ કારણથી સભ્યોનું “પ્રતિભા” એવું ચોથું વિશેષણ છે.
(૫) વાદી અથવા પ્રતિવાદીની અંદર આ સભ્યો વડે જેનો દોષ જણાવાય, તે (વાદી અથવા પ્રતિવાદી) કોઇક ક્રોધાવેશમાં આવ્યો છતો કદાચ જો કઠોર ભાષા પણ (સભ્યો માટે) બોલે, તો પણ આ સભાસદો ક્રોધ રૂપી પિશાચના પ્રવેશને સહન કરતા નથી (અર્થાત્ ક્રોધાવેશમાં આવતા નથી, કારણકે વાદી અથવા પ્રતિવાદી તો ગુસ્સામાં છે જ. અને સભાસદો પણ જો ગુસ્સામાં આવી જાય તો વાદ દ્વારા તત્ત્વ જાણવામાં વ્યાઘાત થવાનો પ્રસંગ આવે. આમ સમજીને સભ્યોમાં ક્ષમા ગુણ હોવો જરૂરી છે. માટે “ક્ષમાશીલ” નામનું પાંચમું વિશેષણ લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org