________________
૩૯૨
પરિચ્છેદ-૮: સૂત્ર-૨૨
રત્નાકરાવતારિકા ભાગ-૩ _વિવેચન- જ્યાં જિગીષ એક વાદીની સાથે, બે વાદીની સાથે, અથવા બહુ વાદીની સાથે વાદ કથા ગોઠવાયેલી હોય તેવી આ વાદકથામાં વાદી અને પ્રતિવાદી સંબંધી પોતાના પક્ષની સિદ્ધિના વિષયવાળી અને પરપક્ષના પ્રતિક્ષેપના વિષયવાળી શક્તિ છે ? કે અશક્તિ છે ? તેની પરીક્ષા કરવા માટે જ્યાં સુધી ત્યાં બેઠેલા સભ્યો (વાદ સાંભળવાની) અપેક્ષા રાખે, ત્યાં સુધી બે કક્ષા સુધી (બેવાર), ત્રણ કક્ષા સુધી (ત્રણવાર), એમ સાંભળનારાની સ્કૂર્તિ હોય ત્યાં સુધી વાદી-પ્રતિવાદીએ બોલવું જોઇએ.
તથા વાદી અને પ્રતિવાદીને બોલવાનો અધિકાર આપ્યો છે માટે તે સભ્યો પણ વાદી-પ્રતિવાદીની વક્તવ્યતાની ઔચિત્યતાને આધીન હોવાથી ક્યારેક કોઇક ક્ષેત્રે કેટલીએ વાર પણ સાંભળવાની અપેક્ષા રાખે છે તેથી વાદી-પ્રતિવાદીએ કેટલી વાર બોલવું. તેની કક્ષાનો કોઈ નિયમ નથી. સભ્યોની સાંભળવાની સ્કૂર્તિ હોય ત્યાં સુધી બોલવું.
इह हि जिगीषुतरतया यः कश्चिद् विपश्चित् प्रागेव पराक्षेपपुरःसरं वादसंग्रामसीम्नि प्रवर्तते, तस्य स्वयमेव वादविशेषपरिग्रहे, तदपरिग्रहे सभ्यैस्तत्समर्पणे वाऽग्रवादेऽधिकारः । तेन सभ्यसभापतिसमक्षमक्षोभेण प्रतिवादिनमुद्दिश्याऽवश्यं स्वसिद्धान्तबुद्धिवैभवानुसारितया साधु साधनं स्वपक्षसिद्धयेऽभिधानीयम् ॥
વિવેચન– અહીં વાદભૂમિમાં જે કોઈ વિદ્વાન જિગીષપણાની અતિશય તાલાવેલીમાં પહેલો જ સામેની અજવ્યક્તિના પક્ષ ઉપર આક્ષેપો કરવા પૂર્વક વાદ સંગ્રામની સીમામાં પ્રવેશે છે. એટલે કે અહંકારાદિથી પહેલી જ વાર શરૂ કરે છે. તો તેણે પોતે જ સ્વયં વાદવિશેષનો અધિકાર પ્રથમ સ્વીકાર કર્યો છે. માટે તેને અગ્રવાદનો અધિકાર પ્રાપ્ત થાય છે. અથવા જો તેણે પ્રથમ વાર શરૂ કર્યો ન હોય તો સભ્યો દ્વારા તેને પ્રથમ વાદ સમર્પણ કરાયે છતે તે વાદી અગ્રવાદ કરવાનો અધિકારી બને છે. તે વાદીને પૂર્વપક્ષ કરવાનો અધિકાર મળે છે. તે કારણથી તે વાદીએ સભ્યો અને સભાપતિ સમક્ષ કોઈપણ જાતનો ક્ષોભ પામ્યા વિના પ્રતિવાદીને ઉદેશીને પોતાના માન્ય સિદ્ધાન્તને અને પોતાના બુદ્ધિવૈભવને અનુસરીને “સારું સાધન” એટલે કે યુક્તિયુક્ત નિર્દોષ પ્રમાણ પોતાના પક્ષની સિદ્ધિ માટે અવશ્ય બોલવું જ જોઈએ. સારાંશ કે સભ્યોએ જેને અગ્રવાદનો અધિકાર આપ્યો હોય અથવા જેણે સ્વયં અગ્રવાદનો અધિકાર સ્વીકારી લીધો હોય તેણે ક્ષોભ પામ્યા વિના તુરત જ વાદકથાનો પ્રારંભ કરવો જોઇએ. સમય વીતાવવો જોઈએ નહીં.
अथ क्षोभादेः कुतोऽपि प्रागेवाऽसौ वक्तुमशक्तो भवेत् , तदानीं दूरीकृतसमस्तमत्सरविकारैः सभासारै( सभासदै )रुभयोरपि वस्तुव्यवस्थापनदूषणशक्तिपरीक्षणार्थं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org