________________
૩૯૦ પરિચ્છેદ-૮ સૂત્ર-૨૧
રત્નાકરાવતારિકા ભાગ-૩ છતે અપ્રાશ (બુદ્ધિશાળી ન હોય તેવા) સભાપતિ તત્ર ત્યાં વાદી-પ્રતિવાદીને કે સભ્યોને તે તે કાળને ઉચિત તેવા તેવા પ્રકારનું સમાધાનના વલણવાળું વિવેચન કરવા માટે સમર્થ થતા નથી. તેમજ આ વાદીને કે પ્રતિવાદીને સભ્યો પણ સમજાવવાને શક્તિમાન થતા નથી. તેથી સભાપતિ પ્રાશ (બુદ્ધિશાળી) હોવો જરૂરી છે. માટે “પ્રાજ્ઞ” વિશેષણ કહ્યું છે.
તથા પોતાની માલિકી વાળી પૃથ્વી ઉપર જેની આજ્ઞાનું ઐશ્વર્ય (પ્રભાવ) સ્કુરાયમાન નથી એટલે કે પોતાના જ પ્રદેશમાં જે રાજાની આજ્ઞા લોકો માનતા નથી. તે સભાપતિ વાદી-પ્રતિવાદીના કલહને દૂર કરવાને સમર્થ બનતા નથી. કારણકે ઉત્પન્ન થયેલ કોપવાળા રાજાઓ જો તે કોપનું ફળ ન બતાવે તો અકિંચિત્કરના દૃષ્ટાન્ત રૂપ બને છે. એટલે કે તેવા રાજાને કોઈ ગણકારતું નથી. પરંતુ તેઓનો ઉત્પન્ન થયેલો કોપ સફળ હોય તો (એટલે કોપ થાય ત્યારે આજ્ઞાના ઐશ્વર્યથી વાદીપ્રતિવાદીને દબાવી શકે તો) જ વાદની સમાપ્તિ થાય. એટલે કે વાદી-પ્રતિવાદી નિરર્થક વાદકથાથી અટકે તે માટે આશાના ઐશ્વર્યવાળા સભાપતિ હોવા જોઇએ.
તથા સભાપતિ વાદીનો કે પ્રતિવાદીનો જો પક્ષપાત કરનાર હોય તો સભ્યો પણ જાણે (રાજાથી) ભયભીત થયા હોય શું ? એમ એકબાજુ સાચો ન્યાય ન આપી શકવાથી અમારું “સભ્યપદ” કલંકિત થશે તથા બીજી બાજુ સ્વીકાર્યો છે પક્ષપાત જેણે એવા અને પ્રતાપરૂપી પ્રજ્ઞાના સ્વામી સભાપતિ છે. તેથી “એક બાજુ નદી અને બીજી બાજુ વાઘ છે” ક્યાં જવું ? બન્ને બાજુ ભય છે. એવી દૃષ્ટિ વડે કોઈ અવાચ્ય કષ્ટવાળી દશાને પામેલા બની જાય છે. પરંતુ પોતે પણ સાચું તત્વ કહેવાને સમર્થ બનતા નથી. આવી દશાનું કારણ રાજાએ સ્વીકારેલો પક્ષપાત છે. તેથી રાજા પક્ષપાત વિનાના જ હોવા જોઈએ. એ વાત સમજાવવા મૂલસૂત્રમાં “માધ્યશ્મ” પદ લખ્યું છે.
આવા પ્રકારનાં કારણોથી પ્રજ્ઞા, આજ્ઞાનું ઐશ્વર્ય, ક્ષમા અને માધ્યથ્ય ગુણોથી સંપન્ન રાજા હોવા જોઈએ એમ મૂળસૂત્રમાં કહ્યું છે. / ૮-૨૦ll
वादिसभ्याभिहितावधारणकलहव्यपोहादिकं चास्य कर्म ।८-२१।
૧. ક્ષમા નામના ત્રીજા ગુણનું પ્રયોજન અહીં ટીકામાં જણાવ્યું નથી. પરંતુ એમ લાગે છે કે વાદી કે પ્રતિવાદી પોતાના પક્ષની સિદ્ધિ માટે અને પરપક્ષના પ્રતિક્ષેપ માટે પ્રબળ એવી ઘણી યુક્તિઓ આપે અને તેના કારણે વાદ લાંબો ચાલે તો પણ સભાપતિ કંટાળે નહિ કે ગુસ્સે થાય નહીં. જેથી વાદ કરવાનો રસ ટકી રહે તે માટે સભાપતિ ક્ષમાશીલ હોવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org