________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨
૩પ૯
છે. આવું જ અમે કેટલાક વક્તાઓ પાસેથી અથવા અમુક ગ્રંથોમાંથી જાણ્યું છે. આવા પ્રકારનો નિર્ણય પ્રગટ કરવા પૂર્વક પણ વાદ પ્રારંભ કરે છે. પરંતુ આ તત્ત્વનિર્ણિનીષ વાદીની બોલવાની છટા કોમળ હોય છે. વિનયવાળી હોય છે. અહંકારવાળી હોતી નથી. (અહીં બ્રહ્મચારિત્ શબ્દનો અર્થ સમાન થાય એટલે કે મારી તુલ્ય અર્થાત્ મારા ભાઈ આવો અર્થ જાણવો.).
वचनव्यक्ती सूत्रेष्वतन्त्रे, क्वचिदेकस्मिन्नपि प्रौढे प्रतिवादिनि बहवोऽपि संभूय विवदेरन् जिगीषवः, पर्यनुयुञ्जीरंश्च तत्त्वनिर्णिनीषवः, स च प्रौढतयैव तांस्तावतोऽप्यभ्युपैति, प्रत्याख्याति च, तत्त्वं चाचष्टे । क्वचिदेकमपि तत्त्वनिर्णिनीषु बहवोऽपि तथाविधाः प्रतिबोधयेयुः । इत्यनेकवादिकृतः, स्त्रीकृतश्च वादारम्भः संगृह्यते ॥८-२॥
વચન અને વ્યક્તિનો સૂત્રોમાં અનિયમ છે. એટલે કે વાદી કે પ્રતિવાદી પોતપોતાના પક્ષના બચાવ માટે અનેકવાર વચનોચ્ચાર કરી શકે છે. તથા વચનોચ્ચાર કરનાર વાદી કે પ્રતિવાદી એક જ જોઇએ અથવા ઘણા જ જોઇએ એવો કોઈ નિયમ નથી. તથા વાદી એક હોય અને પ્રતિવાદી અનેક હોય, અથવા વાદી અનેક હોય અને પ્રૌઢશક્તિશાળી પ્રતિવાદી એક હોય તો પણ વાદ થાય છે.
ક્યારેક પ્રૌઢ શક્તિશાલી એવો એક પ્રતિવાદી હોતે છતે ઘણા પણ વાદીઓ સાથે મળીને વાદ કરે છે. અને તે સર્વે વાદીઓ જિગીષ પણ હોય છે. અને તત્ત્વનિર્ણિનીષ પણ હોય છે. સાથે મળીને પ્રૌઢ શક્તિવાળા પ્રતિવાદીને બન્ને પ્રકારના વાદીઓ પ્રશ્નો કરે છે. અને તે પ્રતિવાદી પણ પ્રૌઢ શક્તિમત્તા હોવાના કારણે એકલો હોવા છતાં જરા પણ ગભરાયા વિના વાદ સ્વીકારે છે. અને પ્રશ્નોના પ્રત્યુત્તર બરાબર આપે છે. અને સાચું તત્ત્વ સમજાવે છે. (હું પ્રતિવાદી એક જ છું અને આ વાદીઓ ઘણા છે. વાદ કેમ થઇ શકશે ? આવા વિચારો કરી વાદ ન સ્વીકારે કે ગભરાઈ જાય તેવું બનતું નથી.)
તથા ક્યારેક તત્ત્વનિર્ણિનીષ એવો (સમજનાર) વાદી એક હોય અને સામે સમજાવનારા પ્રતિવાદીપણે તત્ત્વનિર્ણિનીષ જીવો ઘણા હોય એવું પણ બને છે. ત્યારે તે ઘણા પ્રતિવાદી તત્ત્વનિર્ણિનીષ જીવો સાથે મળીને જુદી જુદી દલીલો અને ઉદાહરણોથી એક તત્ત્વનિર્ણિનીષ વાદીને યથાર્થ તત્ત્વ સમજાવે છે. આવો પણ વાદ થાય છે. તથા સમજનાર ઘણા હોય અને સમજાવનાર એક હોય આવો પણ વાદ થાય છે. એટલે કે વાદીમાં કે પ્રતિવાદીમાં એકવાર જ વચનોચ્ચાર કરવો જોઈએ કે બહુવાર વચનોચ્ચાર કરવો જોઇએ એવો કોઈ નિયમ નથી તથા એક જ પુરુષ વચનોચ્ચાર કરનાર જોઇએ કે ઘણા પુરુષો વચનોચ્ચાર કરનાર જોઇએ આવો કોઈ નિયમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org