________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૪
છે. સાધ્ય છે. આ રીતે નયજ્ઞાન અને સાક્ષાત્ફળ પણ કારણ-કાર્ય હોવાથી કથંચિત્ ભિન્ન પણ અવશ્ય છે જ. જો એકાન્ત અભિન્ન હોત તો આ કારણ છે અને આ કાર્ય છે એવો ભેદ થાત જ નહીં.
(૧૫) નયોનું જ્ઞાન એ આંશિક વસ્તુનું સ્વરૂપ સમજાવવામાં કારણ છે. કારણકે વસ્તુના આંશિક-સ્વરૂપને સમજાવવા રૂપે સ્વ-પરનો વ્યવસાય કરાવવામાં સાધક્તમ કારણ છે.
૨૦૭
(૧૬) સ્વ-પરનો આંશિક નિર્ણય કરવો એટલે કે અજ્ઞાન-નિવૃત્તિ કરવી. એ કાર્ય છે. ફળ છે. સાધ્ય છે. કારણકે તે ફળ નયજ્ઞાનવડે થાય છે.
આ પ્રમાણે કાર્ય-કારણ હોવાથી ભિન્ન, અને એક જ પ્રમાતા નયજ્ઞાનરૂપે અને ફળરૂપે પરિણામ પામે છે. માટે અભિન્ન પણ છે. અર્થાત્ ભિન્ના-ભિન્ન છે.
જેમ પ્રમાણજ્ઞાન એ વસ્તુના સર્વધર્મોને સમજાવનારૂં એક પ્રકારનું જ્ઞાન છે. અને અજ્ઞાનનિવૃત્તિ તથા ઉપાદાનાદિ બુદ્ધિ થવી તે તેનું બે પ્રકારનું ફળ છે એ જ રીતે નયોનું પોતપોતાના પ્રતિનિયત એક અંશમાં (ઇતર અંશનો અપલાપ કર્યા વિના) થનારું જ્ઞાન એ કારણ છે. અને આંશિક અજ્ઞાનનિવૃત્તિ અને આંશિકવિષયવાળી ઉપાદાનાદિ-બુદ્ધિ થવી એ નયજ્ઞાનનું બે પ્રકારનું ફળ છે. જેમ સંપૂર્ણ ધર્મવિષયક અજ્ઞાનની નિવૃત્તિ એ પ્રમાણનું આનન્તર્ય ફળ કહ્યું છે. તેમ વસ્તુના એક અંશવિષયક અજ્ઞાનની નિવૃત્તિ એ નયજ્ઞાનનું પણ આનન્તર્ય ફળ કહ્યું છે. તથા સંપૂર્ણ વસ્તુ વિષયક એવી ઉપાદાન, હાન અને ઉપેક્ષા ભાવવાળી બુદ્ધિઓ જેમ પ્રમાણનું પારંપર્ય ફળ પૂર્વે કહ્યું છે તેજ રીતે વસ્તુના એક અંશવિષયક એવી તે જ ઉપાદાનાદિ ત્રિવિધ બુદ્ધિઓ એ નયજ્ઞાનના પારંપર્યફળરૂપે જાણવી જોઇએ.
આ પ્રમાણે આનન્તર્ય અને પારંપર્ક એમ બન્ને પ્રકારનું પણ નયનું આ ફળ તે નયથી કથંચિદ્ ભિન્ન અથવા કથંચિદ્ અભિન્ન જાણવું જોઇએ. એમ જો કથંચિત્ ન જાણીએ અને એકાન્તે ભિન્ન અથવા એકાન્તે અભિન્ન કહીએ તો નય એ કારણ અને ફળ એ નયોનું કાર્ય એવી નયતત્વ વ્યવસ્થા ઘટે નહીં.
નયજ્ઞાન અને તેના ફળની વચ્ચે કથંચિદ્ ભેદાભેદની વ્યવસ્થા કરવાનું કાર્ય પૂર્વે કહેલા પ્રમાણ અને પ્રમાણ ફળની જેમ જ કુશળ પુરુષોએ કરી લેવું. ||૭-૫૪॥
तदित्थं प्रमाणनयतत्त्वं व्यवस्थाप्य सम्प्रति तेषां तत्र कथंचिदविष्वग्भावेनावस्थितेरखिलप्रमाणनयानां व्यापकं प्रमातारं स्वरूपतो व्यवस्थापयन्ति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org