________________
૩૩૮
પરિચ્છેદ-૭ : સૂત્ર-પ૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ શ્વેતાંબર જૈન– મમત્વસાવા-ગૃહસ્થો વસ્ત્રવાળા છે એટલે મોક્ષનો અભાવ છે એમ નથી, પરંતુ ગૃહસ્થોને વસ્ત્રોમાં મમત્વરહિતતા હોતી નથી. એટલે જ રંગબેરંગી વસ્ત્રો પહેરે છે. વસ્ત્રોનું મેચીંગ કરે છે. વિવિધ પ્રકારની વેશભૂષા કરે છે. મનગમતા કલર-ડિઝાઈનવાળાં વસ્ત્રો ખરીદી લાવે છે. (છતાં કોઇ ગૃહસ્થને વસ્ત્રો હોવા છતાં જો મમત્વ ન હોય તો તે ભરત મહારાજા-ઈલાચી-પૃથ્વીચંદ્ર-ગુણસાગરની જેમ જરૂર મોક્ષે જઈ શકે છે.) આ પ્રમાણે- મમત્વ એ જ વાસ્તવિક પરિગ્રહ છે. વસ્ત્રરહિત નગ્ન મનુષ્ય ભલે હોય તો પણ મમત્વવાળો જો હોય તો તે મનુષ્ય (ભીખારી-આદિ) પરિગ્રહવાળો જ કહેવાય છે. કારણકે તેને વસ્ત્રો ભલે નથી પરંતુ પોતાના શરીર ઉપર પણ મમત્વ વર્તે છે. તેથી વસ્ત્રાદિ પૌગલિક સામગ્રી વિનાનો પણ દરિદ્ર અને ભિક્ષુક મનુષ્ય મમત્વ રૂપ પરિગ્રહવાળો છે. અને આર્થિકાને (સાધ્વીજી થયેલ સ્ત્રીને) મમત્વનો અભાવ હોવાથી, જેમ કોઈ અપરાધીને બેડી પહેરવાની આવે તો બેડી પહેરે છે. પરંતુ તે બેડી ઉપર મમત્વ હોતું નથી. તેવી જ રીતે ઉપસર્ગ-પરિષહાદિના કારણે જાણે પહેરવાનું આવી પડ્યું જ હોય તેમ અર્થાત્ બ્રહ્મચર્યાદિ ગુણોની સુરક્ષા માટે પહેરવું જ પડ્યું હોય તેમ વસ્ત્રોનો સ્વીકાર કરે છે. અને તેથી જ રંગીન, ડીઝાઈનવાળાં, કે મુલાયમ ઇત્યાદિ મમતજનક વસ્ત્રો પહેરતાં નથી.
મુનિ પુરુષોને પણ ગામમાં, ઘરમાં કે અરણ્યમાં વસવાટ કરવા છતાં “અમમત્વ” સિવાય બીજું કોઇ શરણ નથી. કારણકે જેમ સ્ત્રીઓ વસ્ત્ર રાખે તો પરિગ્રહ કહો છો. તેમ સાધુ પુરુષો પણ ગામ-ઘર આદિમાં વસવાટ તો કરે જ છે. તેથી તેઓને પણ તે ગામ-ઘર પરિગ્રહ જ ગણાશે. અને આવા મુનિઓને ઘર વગેરે પદાર્થો વસવાટ માટે વાપરવા છતાં નિષ્પરિગ્રહી કહેશો તો “અમમત્વ”નો જ છેવટે આશ્રય કરવો પડ્યો. એ વિના બીજો કોઇ ઉપાય નથી. તેવી જ રીતે નિગૃહીત છે આત્મા જેનો એવાં કોઈ કોઈ મહાત્મા સાધ્વીજીઓને પણ મૂચ્છનો અભાવ હોઈ શકે છે. આ પ્રમાણે–“અમમત્વ” એ જ અપરિગ્રહતાનું કારણ છે. તે અમમત્વ પુરુષની જેમ સ્ત્રીમાં પણ સંભવી શકે છે. તેથી વસ્ત્ર હોવા છતાં પણ સ્ત્રીઓ નિષ્પરિગ્રહી થઈ શકે છે. કહ્યું છે કે
ભોગમાં કે રોગમાં, એકાન્તમાં કે વસતિમાં, સજ્જન ઉપર કે દુર્જન ઉપર, જે સ્ત્રીઓનું હૃદય કેમે કરી વિષમમુદ્રાને (રાગ-દ્વેષને) પામતું નથી તેવી. નિર્વાણલક્ષ્મી (મોક્ષલક્ષ્મી) ઉપર ઉત્પન્ન થઈ છે પરમ પ્રીતિ અને તીવ્ર સ્પૃહા જેને એવી તે સ્ત્રીઓને સાંસારિક કોઇપણ ભાવ ઉપર મૂછ કેમ થાય ? અર્થાત્ સાંસારિક કોઇપણ ભાવ ઉપર મમતા હોતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org