________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
૩૪૨
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭ અર્થાત્ ન જ હોય. તેથી સ્ત્રીવર્ગમાં વાદાદિ લઘુ ગણાતી લબ્ધિઓનાં હેતુભૂત સામર્થ્ય પણ નથી તો મુક્તિ-પ્રાપ્તિનું સામર્થ્ય તો હોય જ કયાંથી ?
શ્વેતાંબર જૈન– તમારું આમ કહેવું સારું નથી. કારણકે તેમાં વ્યભિચાર આવે છે. “જ્યાં જ્યાં વાદ આદિ લબ્ધિઓનું સામર્થ્ય ન હોય, ત્યાં ત્યાં મુક્તિ-પ્રાપ્તિનું સામર્થ્ય પણ ન હોય” આવી વ્યાપ્તિ સંભવતી નથી. માલતુષ આદિ મુનિઓમાં તમાવેfપવાદ આદિ લબ્ધિઓનું સામર્થ્ય ન હોવા છતાં પણ મુક્તિ-પ્રાપ્તિનું વિશિષ્ટ સામર્થ્ય જણાય છે. વળી લબ્ધિઓ પ્રાપ્ત થવામાં વિશિષ્ટ સંયમપાલનનું સામર્થ્ય હેતુભૂત છે. આ વાત પણ આગમ પ્રમાણવાળી નથી. કારણકે શાસ્ત્રોમાં તો લબ્ધિઓ પ્રાપ્ત થવામાં પોતાના કર્મોના ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમને જ હેતુ તરીકે કહ્યા છે. શાસ્ત્રમાં જ કહ્યું છે કે
“પૂર્વબદ્ધ કર્મોના ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમથી ઉત્પન્ન થયેલી બહુ પ્રકારની લબ્ધિઓ છે. આ પ્રમાણે જીવોને પરિણામ વિશેષથી લબ્ધિઓ થાય છે.”
ચક્રવર્તી, બળદેવ, અને વાસુદેવપણું વગેરેની પ્રાપ્તિ પણ લબ્ધિઓ કહેવાય છે. અને આ લબ્ધિઓની પ્રાપ્તિ સંયમના સભાવના જ કારણે થતી નથી. અથવા માની લો કે લબ્ધિઓ સંયમપાલનથી પ્રાપ્ત થાય છે તો પણ અમે તમને પૂછીએ છીએ કે સ્ત્રીવર્ગમાં સર્વે લબ્ધિઓનો અભાવ તમે માનો છો કે અમુક નિયત લબ્ધિઓ જ ત્યાં ન હોય એમ કહો છો ? પ્રથમપક્ષ કહેતા હો તો ઉચિત નથી. કારણકે ચક્રવતત્વ આદિ કેટલીક જ લબ્ધિઓનો તે સ્ત્રીઓમાં નિષેધ સંભળાય છે. પરંતુ સર્વ લબ્ધિઓનો નિષેધ સંભવતો નથી. કારણકે “આમëષધિ” આદિ ઘણી લબ્ધિઓ તેઓને હોય છે.
બીજો પક્ષ કહેતા હો તો એટલે કે વાદ આદિ કેટલીક જ લબ્ધિઓનો અભાવ સ્ત્રીઓમાં છે. માટે મુક્તિ-પ્રાપ્તિ પણ નથી, આમ કહેતા હો તો આ વાત વ્યભિચાર વાળી છે. પુરુષોમાં પણ કેટલાક પુરુષોમાં વાદ આદિ સર્વે લબ્ધિઓનો અભાવ હોવા છતાં પણ મુક્તિ-પ્રાપ્તિનું વિશિષ્ટ સામર્થ્ય સ્વીકારાયું છે “વાસુદેવપણાની લબ્ધિ જેઓને નથી તેવા સર્વે મનુષ્યોમાં મોક્ષ સંભવે છે. વાસુદેવ હોય તે નરકે જ જાય છે. તેથી તે વિના શેષમાં મુક્તિસંભવ છે. તથા જેઓને તીર્થંકરપણાની અને ચક્રવર્તીપણાની લબ્ધિઓ નથી તેવા ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, જંબૂસ્વામી, માલતુષ મુનિ આદિ અનેક મહાત્માઓમાં મુક્તિ-પ્રાપ્તિનું સામર્થ્ય પણ ન હોય એવો નિયમ નથી. એટલે લબ્ધિવિનાના પુરુષોમાં પણ મુક્તિપ્રાપ્તિનું સામર્થ્ય હોય છે.
अल्पश्रुतत्वमपि मुक्त्यवाप्त्याऽनुमितविशिष्टसामथ्र्यैषितुषादिभिरेवाऽनैकान्तिकमित्यनुद्घोष्यमेव ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org