________________
૩૨૮
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ જૈન– હે નૈયાયિક-દુઃખના સંસ્પર્શથી શૂન્ય એવા શાસ્થતિક સુખના સંભોગનો અસંભવ તમે જે કહો છો. ત્યાં શાસ્થતિક સુખ કોને કહો છો ? (૧) જે સુખની આદિ પણ ન હોય અને અંત પણ ન હોય તેવા અનાદિનિધન (અનાદિ-અનંત) સુખને શાશ્વતિક કહો છો ? કે (૨) આદિવાળા પણ પ્રäસાભાવની જેમ પર્યવસાન વિનાના સુખને એટલે કે સાદિ-અનંત એવા સુખને શાશ્વતિક સુખ કહો છો ? હવે જો પ્રથમ અર્થ કરતા હો તો એટલે કે “અનાદિ-અનંત” આવું સુખ તે શાશ્વતિક સુખ છે. આમ જો કહો તો આદિ અને અંતથી શૂન્ય એવું સુખ પંડિત પુરુષોને ૩પવિત્યા મેળવવાની ઇચ્છાનો વિષય જ બનતું નથી. કારણકે સુખ એ આત્માનો ગુણ હોવાથી અને ગુણ-ગુણી તથા તેનો સંબંધ અનાદિ-અનંત હોવાથી સત્તામાં આ સુખ સદા કાળ પ્રાપ્ત થયેલું જ છે. આત્મામાં સત્તાગત રીતે અનાદિ-અનંતકાળના વિષયવાળો સુખગુણ પ્રાપ્ત થયેલો જ છે. તેનો અભાવ છે જ નહીં. તો પછી પંડિતોની ત્યાં અપ્રવૃત્તિમાં તેવા સુખનો અભાવ કારણ કેમ કહેવાય છે ? પંડિતો સમજે જ છે કે સુખ એ આત્માનો ગુણ હોવાથી ગુણી આત્મામાં તલમાં તેલની જેમ છે જ. હું પ્રયત્ન કરીશ તો ઘાણીમાં તલ પીલવાથી તેલ નીકળે તેમ સુખ પ્રગટ થશે જ. માટે હું પ્રવૃત્તિ કરું. આમ પ્રવૃત્તિનું કારણ બનશે. અપ્રવૃત્તિનું કારણ તમે જે કહ્યું તે બરાબર નથી.
હવે જો બીજા અર્થવાળો એટલે કે “સાદિ-અનંત"ને શાશ્વતિક કહેતા હો તો તો તે સુખ પંડિતોની પ્રવૃત્તિનું નિમિત્ત થશે જ. અને આવા પ્રકારના “સાદિ-અનંત” કાળવાળા તે સુખનો કંઈ અસંભવ નથી. મોક્ષમાં જતા જીવોને સર્વકર્મોનો ક્ષય થવાથી સત્તામાં રહેલું સુખ પ્રગટ થાય છે માટે સાદિ, અને હવે તે સુખ કદાપિ જવાનું નથી માટે અનંતકાળ પ્રગટપણે જ રહે છે. આમ સાદિ-અનંતકાળ સુધી સુખ આ આત્મામાં પ્રગટપણે જ રહે છે. આમ માનવામાં કોઈ બાધક આવતું નથી. વળી મુક્તિકાળે પ્રગટપણે ઉત્પન્ન થયેલું તે સુખ “અનંત” છે. અર્થાત્ હવે કયારેય પણ જવાનું નથી. કારણકે તે સુખના નાશનું કારણ જે (અષ્ટવિધ કર્યો છે. તેનો સદાકાળ અભાવ જ છે. પરમાર્થથી વિચારીએ તો પૂર્વબદ્ધ અસાતાદિ કર્મોનો ઉદય થાય ત્યારે જ સુખનો નાશ થાય. પરંતુ સુખના વિનાશનું કારણ જે આ કર્મોનો ઉદય છે તે (અષ્ટવિધ) કર્મ તે કાળે (મુક્તાવસ્થામાં) છે જ નહીં. કારણકે તે અષ્ટવિધ કર્મ મૂલમાંથી આ આત્માએ નાશ કરેલ છે.
કદાચ તમે એમ કહો કે પૂર્વબદ્ધ કર્મ તો સર્વથા નાશ કર્યું જ છે. પરંતુ મુક્તાવસ્થામાં કાળાન્તરે ફરીથી પણ કર્મ બાંધે અને તેના ઉદયથી સુખનો નાશ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org