________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭: સૂત્ર-પ૭
૩૩૧ જૈન- હે તૈયાયિક ! તારી આ વાત અયુક્ત છે. કારણકે સાંસારિક સુખોના સાધનભૂત એવા શબ્દ-રૂપ-રસ-ગંધ આદિ પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષયોને વિષે તથા તેના ઉત્તરભેદ રૂપ ત્રેવીશ વિષયોને વિષે જે આસક્તિ છે. તે જ રાગ બંધનાત્મક છે. (હેય છે.) કારણકે પાંચ ઇન્દ્રિયોના વિષયોનો તે રાગ વિષયોને મેળવવાની, વિષયોનું રક્ષણ કરવાની અને વિષયોની વ્યવસ્થા આદિ કરવાની પ્રવૃત્તિ દ્વારા સંસારનો જ હેતુ બને છે. પરંતુ કર્મક્ષય દ્વારા પ્રાપ્ત થનારા અનંત સુખને વિષે જો કે રાગ થાય છે. તો પણ આ રાગ, પાંચ ઇન્દ્રિયોના સર્વે વિષયોની પ્રાપ્તિ-સંરક્ષણ આદિની નિવૃત્તિ અને મોક્ષના ઉપાયોની પ્રવૃત્તિ, આ બેનો જ હેતુ બને છે. મોક્ષના સુખનો રાગ કરવા પૂર્વક જ વિષયોની નિવૃત્તિ અને મોક્ષના ઉપાયોની પ્રવૃત્તિ થાય છે. અને તેના દ્વારા જ અનંત સુખની પ્રાપ્તિ થાય છે. અન્યથા (તે ઉપરોક્ત નિવૃત્તિ-પ્રવૃત્તિ વિના) અનંત એવા તે સુખને મેળવવું અશક્ય છે.
તે મુક્તિ-સુખ એ કંઇ વિષયોથી સાધ્ય નથી. તથા તે અનંત સુખ આવ્યા પછી ક્ષય પણ પામતું નથી કે જેને લીધે વારંવાર તેને મેળવવા માટે વિષય-સુખની જેમ હિંસા આદિ કાર્યોમાં પ્રવૃત્તિ કરવી પડે. તેથી અનંત-સુખ ઉપરનો આ રાગ મુમુક્ષુ જીવને કર્મબંધનો હેતુ બનતો નથી. તથા “સુખની ઈચ્છા-સ્પૃહા” માત્ર રૂપ એવો આ આંશિકરાગ છે. આ અલ્પરાગ પણ આ આત્મા જ્યારે ઉચ્ચકોટિ ઉપર (ક્ષપકશ્રેણી ઉપર) આરૂઢ થાય છે. ત્યારે આ આત્મામાંથી નિવૃત્તિ જ પામે છે. શાસ્ત્રમાં જ કહ્યું છે કે- ઉત્તમ એવા મુનિ (ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ હોય ત્યારે) મોક્ષ અને સંસાર એમ સર્વત્ર નિઃસ્પૃહ હોય છે.
વળી હે તૈયાયિક ! અનંત સુખાત્મક મોક્ષ છે એમ અમે માનીએ ત્યાં રાગ થવાથી મોક્ષ નહી થાય એમ તમે કહો છો. આ વાત તમને પણ તુલ્ય જ બંધનક્ન છે. તે આ પ્રમાણે- અન્યથા- એટલે જો મોક્ષને અનંત સુખાત્મક ન માનીએ અને દુઃખની નિવૃત્તિ માત્રરૂપ મોક્ષ માનીએ તો તેમાં પણ પ્રયત્ન કરનારા મુમુક્ષુને દુઃખ ઉપરના દેષ કષાયની કલુષિતતા શું નહી થાય ? મોક્ષમાં સુખ માનીએ તો જેમ રાગ થાય તેમ જો દુઃખાભાવ માનીએ તો દુઃખ ઉપર દ્વેષ થશે જ. તે પણ મુક્તિનો પ્રતિબંધક બનશે જ.
નૈયાયિક- હૈ જૈન ! મુમુક્ષુ જીવને દુઃખ ઉપર દ્વેષ હોતો નથી. કારણકે તે સમજે છે કે રાગ અને દ્વેષ એ સંસારનાં કારણો છે. તેથી મુમુક્ષુ આત્મા તે બન્નેને ત્યજી દે છે. રાગ અને દ્વેષને સંસારનાં કારણો સમજનારો આ મુમુક્ષુ “દુઃખ ઉપર દ્વેષ કરે” આ વાત કેમ સંગત થાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org