________________
૩૧૭
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭ આ સ્ત્રી છે. ભોગ્ય છે. તેનાં યથાસ્થાનનાં યથાયોગ્ય અવયવોથી યથોચિત ભોગક્રિયા થાય છે. જે સાંસારિક સુખ આપે છે. ઇત્યાદિ જ્ઞાનવાળો જીવ જ સ્ત્રી સાથેની ભોગક્રિયામાં તે તે અવયવોની સાથે તેવી તેવી ભોગક્રિયા કરવા અને તેનાથી આનંદ માણવા પ્રવર્તે છે. તથા મોદકાદિ દ્રવ્યો ઉત્તમ દ્રવ્યો છે. સ્વાદિષ્ટ દ્રવ્યો છે. સુખ આપનાર છે. અન્ય દ્રવ્યોના ભોજન કરતાં વધારે રસપ્રદ છે. આવી વસ્તુને જ મોદક કહેવાય છે. ઇત્યાદિ જ્ઞાનવાળો પુરુષ જ મોદકાદિના ભાગમાં જોડાય છે. અન્યથા=જો જ્ઞાનવિનાની એકલી ભોગક્રિયા સુખ આપનારી બનતી હોય તો મદિરા આદિથી ઉન્મત્ત બનેલા અને મૂર્ણિત (બેભાન) બનેલા પુરુષને પણ (એટલે કે જેની જ્ઞાનસંજ્ઞા આવૃત થઈ ગઈ છે તેવા પુરુષને પણ) અત્યત પ્રેમમાં પરાયણ એવી પ્રણયિનીની ગાઢ આલિંગન વાળી ભોગક્રિયા પણ તે ભોગસુખના આનંદને ઉત્પન્ન કરનારી બનવી જોઇએ, પરંતુ તે ક્રિયા આનંદ આપનારી કેમ બનતી નથી ? અર્થાત્ પુરુષ મૂછિત હોવાથી જ્ઞાનસંજ્ઞા રહિત છે છતાં સ્ત્રી ગાઢ આલિંગન કરે અને તેના દ્વારા ભોગક્રિયા કરે તો ત્યાં કેવળ ક્રિયા તો છે જ. તેથી પુરુષને પણ તે ભોગક્રિયાના સુખનો આનંદ થવો જોઈએ. પરંતુ થતો નથી. માટે જ્ઞાનપૂર્વકની જ ક્રિયા સુખપ્રદ છે. આ કારણથી સ્ત્રીની સાથેની ભોગક્રિયામાં અને મોદકાદિની ભોજનક્રિયામાં જેમ ક્રિયા વર્તે છે. તેમ જ્ઞાન પણ વર્તે જ છે. તેથી ઉભય હોય તો જ ફળ આપનાર બને છે.
કિયાવાદી= હવે કદાચ ક્રિયાવાદી અહીં આવો બચાવ કરે કે મૂર્ણિત અને ઉન્મત્ત આદિ પુરુષની સાથે સ્ત્રીવડે કરાયેલી ગાઢ આલિંગનવાળી આ ભોગક્રિયા તે વાસ્તવિક ભોગક્રિયા છે જ નહીં, કારણકે સાચી તાત્ત્વિક ક્રિયા તે જ છે કે જે ક્રિયા પોતાના કાર્યને કરવામાં આવ્યભિચારી હોય. અહીં આ ક્રિયા પુરુષને સુખના આનંદરૂપ કાર્ય કરનારી નથી, તેથી આ ક્રિયા એ તાત્ત્વિક ક્રિયા જ નથી.
જૈન- હે ક્રિયાવાદી ! મૂર્ણિત પુરુષની સાથે કરાતી જ્ઞાન વિનાની કેવળ એકલી (ભોગાદિ સંબંધી) ક્રિયા ફળ આપનાર ન હોવાથી તાત્ત્વિક ક્રિયા જ કહેવાતી નથી, પરંતુ જે જ્ઞાનપૂર્વકની ક્રિયા કરાય છે તે જ યથાર્થ ફળ આપવામાં અવિસંવાદી હોવાથી તાત્ત્વિક ક્રિયા કહેવાય છે. તથા તેવી જ્ઞાનપૂર્વકની તાત્ત્વિક ક્રિયા જ સુખનું કારણ છે. આ બધું જો તમને સમજાય છે. તો જ્ઞાન અને ધર્મક્રિયામાં પણ આ જ ન્યાય કેમ લગાવતા નથી ? ત્યાં એકલી ક્રિયાને જ પ્રધાન કેમ કરો છો ?
જ્ઞાન પણ તે જ તાત્વિક કહેવાય છે. કે જે પોતાના કાર્યને કરવામાં અવ્યભિચારી હોય. જો આટલું તમે સમજો તો સ્ત્રી અને ભક્ષ્યના ભોગને જાણનારો પુરુષ (ભોગક્રિયા વિના) કેવળ એકલા જ્ઞાન માત્રથી સુખી થતો નથી”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org