________________
૩૨ ૨
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭
રત્નાકરાવતારિકા ભાગ-૩
ભાવ સ્વીકારાયો નથી, તેમ કાર્ય-કારણભાવ માત્ર પણ તેઓ વડે સ્વીકારાયો નથી. કારણકે પ્રલયકાળમાં બુદ્ધિ આદિ ગુણો આત્મામાં સર્વથા નષ્ટ થઇ જાય છે. છતાં કાળાન્તરે બુદ્ધિ આદિ ગુણો ફરીથી પણ ઉત્પન્ન થાય છે. આમ તેઓ વડે સ્વીકારાયું છે. આ રીતે નવગુણોનો સંતાન સ્વીકારાયો નથી માટે આશ્રયાસિદ્ધ, અને આવા અર્થવાળો સંતાન–હેતુ બુદ્ધિ આદિ ગુણોના સંતાનમાં અવર્તમાન છે માટે સ્વરૂપાસિદ્ધ એમ બન્ને હેત્વાભાસ બીજાપક્ષમાં પણ લાગુ પડે છે.
હવે ત્રીજો પક્ષ કહો તો તે પણ બરાબર નથી. કારણકે ત્રીજા પક્ષમાં હેતુની અંદર વ્યભિચાર દોષ આવે છે. એટલે કે હેતુ સવ્યભિચાર હેત્વાભાસ થાય છે. અપર અપર (નવા નવા) ઉત્પન્ન થતા પટ (વસ્ત્ર), કટ (સાદડી) અને કપાટ (કમાડ-બારણાં) આદિ ભાવોનું સંતાન હોવા છતાં પણ અત્યન્ત ઉચ્છેદ થતો જણાતો નથી. આ રીતે સંતાનત્વ હેતુ અત્યન્તોચ્છેદના અભાવમાં (સાધ્યાભાવમાં) વર્તે છે. માટે સવ્યભિચારી થયો. તેથી તમારું અનુમાન દોષ યુક્ત હોવાથી સાધ્યસિદ્ધિમાં અસમર્થ છે.
अथैकाश्रयाऽपरापरोत्पत्तिः सन्तानः, ततो नैष दोषः, तर्हि तादृशं सन्तानत्वं प्रदीपे नास्तीति साधनवैकल्यं दृष्टान्तस्य, परमाणुपाकजरूपादिभिश्च व्यभिचारी हेतुः, तथाविधसन्तानत्वस्य तत्र सद्भावेऽप्यत्यन्तोच्छेदाभावात् । अपि च, संतानत्वमपि भविष्यत्यत्यन्तानुच्छेदश्च, विपर्यये बाधकप्रमाणाभावात् । इति सन्दिग्धविपक्षव्यावृत्तिकत्वादप्यनैकान्तिकोऽयम् । विरुद्धश्च, शब्दबुद्धिविद्युत्प्रदीपादिष्वत्यन्तानुच्छेदवत्स्वेव सन्तानत्वस्य व्यवस्थानात्, शब्दबुद्धिविद्युत्प्रदीपादयो हि पर्याया द्रव्यरूपतया स्थास्नव एव, तद्व्याविष्वग्भूतं पर्यायान्तरमुत्पादयन्त एव प्रध्वंसन्ते । न पुनरमीषामत्यन्तमुच्छेदः सूपपादः, उत्पादव्ययध्रौव्याणां परस्परनिरपेक्षाणां खरविषाणप्रख्यत्वात् । तथाहि-नास्ति क्वचिदत्यन्तमुच्छेदः, स्थित्युत्पादरहितत्वात्, खरविषाणवत्, इति न प्रस्तुतानुमानाद् बुद्ध्यादिगुणोच्छेदरूपा सिद्धिः सिध्यति ।
તૈયાયિકાદિ– એક જ પદાર્થના આશ્રયે જો અપર-અપર (નવા નવા ભાવની ઉત્પત્તિ થતી હોય તો જ તેને સંતાન કહેવાય છે. એમ અમે માનીએ છીએ. તમે જે પટ, કટ, કપાટ આદિ ભાવોની ઉત્પત્તિને સંતાન કહ્યું. તે બરાબર નથી. કારણકે તે સઘળા ભિન્ન-ભિન્ન પદાર્થો છે. અમે તેને સંતાન કહેતા નથી. તેથી અમને આ દોષ આવતો નથી.
જૈન– જો તમે એક દ્રવ્યના આશ્રયે અપર-અપર ભાવોની ઉત્પત્તિને સંતાન કહેતા હો, તો તમારા અનુમાનમાં ઘણા દોષો આવે છે. તમારું પૂર્વે કહેલું અનુમાન આ પ્રમાણે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org