________________
૨૫૦
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
હોય તેને જ જો ઉપાદાનકારણ કહેવાય. આવો આગ્રહ રાખશો તો ધૂમાદિમાં અને શબ્દાદિમાં પણ સજાતીયકારણ પણે અનાદિકાળનું કોઈક “સંતાન” કલ્પવું પડશે. અને ધૂમાદિમાં તથા શબ્દાદિમાં પૂર્વકાળવાર્તા સજાતીય “સંતાન' કોઈને પણ દેખાતું નથી. આ રીતે ઉપાદાન-ઉપાદેય ભાવ માનો તો પણ સંતાન ન ઘટવાથી સ્મૃતિ તથા પ્રત્યભિજ્ઞાદિની વ્યવસ્થા પરવાદીઓના મતમાં ઘટતી નથી. અને પરલોકમાં ગમન કરનારો એવો આત્મા નામનો કોઈ પદાર્થ સંભવતો ન હોવાથી પરલોક જેવો પદાર્થ પણ પ્રસિદ્ધિની પદ્ધતિને (યુક્તિ યુક્ત રીતિને) ધારણ કરતો નથી (યુક્તિ યુક્તતાને અનુસરતો નથી). પરલોકગામી એવું જીવદ્રવ્ય ન માનવાથી પરલોકનો અભાવ અને સ્મૃતિ તથા પ્રત્યભિજ્ઞાનો અભાવ થવાની આપત્તિ પરવાદીઓના મતમાં આવશે.
सत्यपि वा परलोके कथमकृताभ्यागमकृतप्रणाशौ पराक्रियेते । येन हि ज्ञानेन चैत्यवन्दनादि कर्म कृतम् , तस्य विनाशाद् न तत्फलोपभोगः । यस्य च फलोपभोगः, तेन न तत्कर्मकृतमिति ॥
અથવા હે બૌદ્ધ ! જ્ઞાનોની ક્ષણ-પરંપરા માનીને કોઈપણ રીતે જો પરલોક છે એમ તમે માનશો તો પણ અકૃતાભ્યાગમ (અકૃતાગમ) અને કૃતપ્રણાશ આ બે દોષો તો તમને આવશે, જે દોષો તમારા વડે કેવી રીતે દૂર કરાશે ? અર્થાત્ આ બે દોષો દૂર કરી શકાશે નહીં. કારણકે પ્રથમ-જ્ઞાનક્ષણ વડે જે ચૈત્યવંદનાદિ ધર્મક્રિયા કરાઈ. તે પ્રથમ-જ્ઞાનક્ષણ સર્વથા વિનાશ પામનાર હોવાથી તેના ફળનો ઉપભોગ તેને પ્રાપ્ત થશે નહિં, અને જે ઉત્તર-ક્ષણને તેના ફળનો ઉપભોગ પ્રાપ્ત થાય છે. તે જ્ઞાનક્ષણ વડે તે કર્મ કરાયું જ નથી કારણકે પૂર્વેક્ષણમાં તે જ્ઞાનક્ષણ હતો જ નહીં. પ્રથમ-જ્ઞાનક્ષણે જે કાર્ય કર્યું અને ફળ ન અનુભવ્યું તેથી કૃતપ્રણાશ. અને બીજા-જ્ઞાનક્ષણે કર્યું જ નથી અને ફળનો અનુભવ આવી પડ્યો તે અકૃતાગમ. આવા દોષો તમને આવશે.
अथ नायं दोषः, कार्यकारणभावस्य नियामकत्वात् , अनादिप्रबन्धप्रवृत्तो हि ज्ञानानां हेतुफलभावप्रवाहः । स च सन्तान इत्युच्यते, तद्वशात् सर्वो व्यवहारः संगच्छते । नित्यस्त्वात्माऽऽभ्युपगम्यमानो यदि सुखादिजन्मना विकृतिमनुभवति तदयमनित्य एव चर्मादिवदुक्तः स्यात्, निर्विकारकत्वे तु सताऽसता वा सुख-दुःखादिना कर्मफलेन कस्तस्य विशेषः ! इति कर्मवैफल्यमेव । तदुक्तम्
वर्षातपाभ्यां किं व्योम्नश्चर्मण्यस्ति तयोः फलम् । चर्मोपमश्चेत् सोऽनित्य: खतुल्यश्चेदसत्समः ॥१॥ तस्मात्त्यज्यतामेष मूर्धाभिषिक्त: प्रथमो मोह आत्मग्रहो नाम, तन्निवृत्तावात्मीय
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org