________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
કાન સુધી એક પછી એક પ્રગટ થતા શબ્દોમાં ભિન્નતા હોવા છતાં પણ એક-જાતિ રૂપ સમાનતા અને કાર્ય-કારણભાવ હોવાથી આ શબ્દની પરંપરા છે તેવી જ રીતે આ દીપકની પરંપરા છે આવા વ્યવહારો થાય છે. અને અમે (જૈનો) અત્યન્ત ભિન્ન એવા ભાવોમાં પણ એક-જાતીયતાના કારણે સંતાન શબ્દનો પ્રયોગ કરીએ છીએ.
૨૪૮
હવે હું બૌદ્ધ ! તને પણ જો આવા પ્રકારનો સંતાન શબ્દનો વ્યવહાર માન્ય હોય (ઇષ્ટ હોય) તો શિષ્ય અને આચાર્યની બુદ્ધિઓ વચ્ચે પણ એક-સંતાનતા કેમ નહી આવે ? અર્થાત્ ત્યાં પણ એક-સંતાનતા આવશે જ. શિષ્ય અને આચાર્યોની આ બુદ્ધિઓમાં સમાન-જાતીયતા અને કાર્ય-કારણભાવ નથી એમ નહીં. પરંતુ છે જ. તેથી શિષ્યની પોતાની જ ભૂતકાળમાં લાંબાકાળ પૂર્વે પ્રવર્તેલી એવી વ્યવધાનવાળી બુદ્ધિ પણ પરંપરાએ વર્તમાનકાળની બુદ્ધિનું કારણ છે. તેથી તે બુદ્ધિ દ્વારા અનુભવાયેલા અર્થની જેમ સ્મૃતિ થાય છે. તેવી જ રીતે આચાર્યની બુદ્ધિઓ પણ જ્યારથી ઉત્પન્ન થઇ ત્યારથી જ શિષ્યોની બુદ્ધિનું પરંપરાએ કારણ બને જ છે. તેથી તનુસૂતેઽર્થે-તે આચાર્યની બુદ્ધિ દ્વારા અનુભવાયેલા અર્થોની પણ શિષ્યોને સ્મૃતિ થવી જોઇએ. કારણ કે આચાર્યની બુદ્ધિઓ અને શિષ્યની બુદ્ધિઓ વચ્ચે બુદ્ધિત્વધર્મથી સમાનતા અને કાર્યકારણભાવ એમ બન્ને હોવાથી એકસંતાનતા છે જ. માટે ત્યાં સ્મૃતિ થવી જોઇએ. किञ्च, धूमशब्दादीनामुपादानकारणं विनैवोत्पत्तिस्तव स्याद् न हि तेषामप्यनादिप्रबन्धेन समानजातीयं कारणमस्तीति शक्यते वक्तुम्, तथा च ज्ञानस्यापि गर्भादावनुपादानैवोत्पत्तिः स्यादिति परलोकाभावः । अथ धूमशब्दादीनां विजातीयममप्युपादानमिष्यते, एवं तर्हि ज्ञानस्याप्युपादानं गर्भशरीरमेवास्तु, न जन्मान्तरज्ञानं कल्पनीयम्, यथादर्शनं ह्युपादानमिष्टम्, अन्यथा धूमशब्दादीनामप्यनादिः सन्तानः कल्पनीयः स्यादिति सन्तानाघटनाद् न परेषां स्मृत्यादिव्यवस्था, नापि परलोकः कोऽपि प्रसिद्धिपद्धतिं दधाति परलोकिनः कस्यचिदसम्भवात् ॥
હે બૌદ્ધ ! ‘બ્રાહ્મણ, શબ્દ અને પ્રદીપ આદિમાં જેમ” સમાન-જાતિ અને કાર્ય-કારણભાવ હોવાથી સંતાન શબ્દનો જો વ્યવહાર તમે માનશો. તો જ્યાં આવી સમાન-જાતિ નથી ત્યાં તમારે “સંતાન” ઘટશે નહીં. જેમકે ધૂમ જે ઉત્પન્ન થાય છે તે અગ્નિથી થાય છે. છતાં તેમાં સમાન-જાતિ નથી, તેથી ત્યાં સંતાનનો વ્યવહાર થશે નહીં. તથા કેટલાક શબ્દો (વાદળાંનો ગર્જા૨વ, વીણા-મૃદંગનો શબ્દ આ બધા શબ્દો) સમાન-જાતિમાંથી ઉત્પન્ન થતા નથી. તેથી પૂર્વકાળમાં કોઇ ઉપાદાનકારણ તમારા મતે ઘટશે નહીં આ રીતે ધૂમ અને મેઘ-ગર્જા૨વાત્મકાદિના શબ્દોની ઉત્પત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org