________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
પદાર્થ જ છે અને સ્થિર છે. આમ સંતાનનો સ્વીકાર જો તું કરીશ તો પવિત્ર એવી તારી ઉક્તિ (વાણી) વડે સ્થિર શરીરવાળો, પરલોકગામી એવો આત્મા જ પ્રસિદ્ધ થતો હોવાથી તું અમૃતને પીનારો થા. તારા મુખમાં અમૃત હો. સાકર હો. કારણકે અમારે જે તને સમજાવવું હતું. તે તેં જ સ્વયં સ્વીકાર્યું.
૨૪૬
उपादानोपादेयभावप्रबन्धेन प्रवर्तमानः कार्यकारणभाव एव सन्तान इति चेत्, तदवद्यम्, अविष्वग्भावादिसम्बन्धविशेषाभावे कारणत्वमात्राविशेषादुपादानेतरविभागानुपपत्तेः । सन्तानजनकं यत् तदुपादानमिति चेत्, न, इतरेतराश्रयत्वप्रसङ्गात्, सन्तानजनकत्वेनोपादानकारणत्वम्, उपादानकारणजन्यत्वेन च सन्तानत्वमिति ॥
બૌદ્ધ— જ્યાં જ્યાં ઉપાદાન-ઉપાદેય ભાવ હોય, ત્યાં ત્યાં પ્રવર્તતો જે કાર્યકારણભાવ છે એ જ સંતાન કહેવાય છે. અર્થાત્ ઉપાદાન-ઉપાદેય ભાવના સંબંધ વડે પ્રવર્તતો એવો જે કાર્ય-કારણભાવ તે જ સંતાન છે. અને ત્યાં જ સ્મૃતિ ઘટે છે. ગુરુ-શિષ્યાદિમાં કાર્ય-કારણભાવ છે. પરંતુ ઉપાદાન-ઉપાદેયભાવ નથી, તેથી સ્મૃતિ સંભવતી નથી. આ રીતે ઉપાદાન-ઉપાદેયભાવ પૂર્વક પ્રવર્તતો કાર્ય-કારણભાવ જ્યાં હોય ત્યાં એક સંતાન કહેવાય અને સ્મૃતિ આદિ સંભવે એમ અમારુ કહેવું છે.
જૈન– તવવદ્યમ્ હે બૌદ્ધ ! તારી આ વાત પણ દોષિત છે. “અવિષ્વભાવ’ (એટલે કથંચિત્ અભેદ ભાવ અર્થાત્ તાદાત્મ્યભાવ) આદિ સંબંધવિશેષ જો ન માનો અને કેવલ કારણત્વ માત્ર જ માનો તો કારણત્વ માત્રપણું સર્વત્ર સમાન હોવાથી “અહીં ઉપાદાન-ઉપાદેયભાવ છે” અને અહીં તેનાથી ઇતર નિમિત્ત-નિમિત્તીભાવ છે. આવો વિભાગ થઇ શક્તો નથી. અર્થાત્ કાર્ય-કારણ વચ્ચે “કથંચિત્ અભેદસંબંધ= તાદાત્મ્યભાવ હોય તો જ ઉપાદાન ઉપાદેય ભાવ ઘટે, નહીતર એકાન્ત ભેદમાં ઉપાદાન-ઉપાદેયભાવ ન ઘટે. તાદાત્મ્યભાવ માન્યા વિના એકલો કાર્ય-કારણભાવ જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં ઉપાદાન-ઉપાદેયભાવ માનશો તો ઉપાદાનકારણની જેમ નિમિત્તકારણમાં પણ કારણત્વ સમાન જ હોવાથી ત્યાં પણ ઉપાદાન-ઉપાદેય ભાવ માનવાની આપત્તિ આવશે. તેથી આ ઉપાદાનકારણ છે. અને આ નિમિત્તકારણ છે. આવો વિભાગ કરી શકાશે નહીં. તેથી ઘટથી માટી પણ ભિન્ન છે અને દંડ-ચક્ર પણ ભિન્ન છે. છતાં માટીમાં ઉપાદાનકારણતા છે અને દંડ-ચક્રમાં સહકારીકારણતા છે. આ વાત ઉડી જશે. તેવી જ રીતે પટથી જેમ તન્તુ ભિન્ન છે તેમજ તુરી-વેમાદિ પણ ભિન્ન જ છે. છતાં તન્તુ ઉપાદાન છે અને તુરી-વેમાદિ સહકારી છે આવો વિભાગ પણ સંભવશે નહીં. આ રીતે કારણત્વમાત્રની અવિશેષતા (સમાનતા) હોવાથી આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org