________________
૨૪૫
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ ચૈત્ર અથવા મૈત્ર આદિ એક વ્યક્તિ કે જેમાં આ ક્ષણ-પરંપરા પ્રવર્તે છે તે એકસંતાન છે. એમ તમે જે કહો છો ત્યાં અમે તમને પૂછીએ છીએ કે આ ક્ષણપરંપરાથી તે એકસંતાન નામનું તત્ત્વ ભિન્ન છે કે અભિન્ન છે? જો ક્ષણ-પરંપરાથી તે એક-સંતાનને અભિન્ન (એટલે કે એકરૂપ) માનશો તો તે અભિન્ન માનવાથી ક્ષણપરંપરા જ થઈ. સંતાન જેવું કોઈ અતિરિક્ત તત્ત્વ રહ્યું જ નહીં. કે જેનાથી તમે સ્મૃતિ આદિ સાધી શકો.
હવે જો ક્ષણ-પરંપરાથી તે એક-સંતાનને ભિન્ન માનશો તો ભિન્ન માનેલું એવું આ એક-સંતાન શું કોઈ પારમાર્થિક (સાચો) પદાર્થ છે કે અપારમાર્થિક (કલ્પનામાત્ર રૂ૫) છે ? જો આ એક સંતાન અપારમાર્થિક છે. (કલ્પનામાત્ર રૂપ છે) વાસ્તવિક કોઈ પદાર્થ જ નથી. તો તે જ દૂષણ આવશે, અર્થાત્ સ્મૃતિ ઘટશે નહીં. કારણકે “સ્મૃતિ ઘટશે નહીં” એવા અમે આપેલા દૂષણને દૂર કરવા માટે જ તમે એક-સંતાનની કલ્પના કરી. પરંતુ તે એક-સંતાન ઝાંઝવાના જળની જેમ કાલ્પનિક માત્ર હોવાથી તેના દ્વારા કંઇ ન કરી શકાવાથી સ્મૃતિનું અઘટમાનકતાનું દૂષણ તો તેવું ને તેવું જ ઉભું રહે છે.
હવે જો એક સંતાન એ પારમાર્થિક તત્ત્વ છે એમ કહેશો તો તે સ્થિર એટલે કે નિત્ય (સદાકાળ રહેનાર) છે કે તે પણ ક્ષણિક માત્ર જ છે ? જો ક્ષણિક છે. એમ કહેશો તો ક્ષણ-પરંપરા એ ક્ષણિક હતી એટલે તો સ્મૃતિ ઘટતી ન હતી, તે ઘટાવવા માટે તમે સંતાન લઇ આવ્યા. પરંતુ તે સંતાન પણ ક્ષણિક જ માન્યું. એટલે સંતાની (સંતાનમાં થનારી) એવી ક્ષણ-પરંપરા અને આ સંતાન એ બન્ને નિર્વિશેષ (સમાન) જ થયાં. તેથી આવા સંતાનને માનવાથી શું સિદ્ધ થવાનું ? અર્થાત્ કંઈ જ નહીં.
કારણકે ક્ષણ-પરંપરા પણ ક્ષણિક છે અને એમ માનવામાં સ્મૃતિનું અઘટમાનકપણું આવતું હતું તે દૂર કરવા જે સંતાન માન્યું. તે પણ ક્ષણિક જ માન્યું, સ્થિર તત્ત્વ કોઈ માન્યું જ નહીં તો સ્થિર તત્ત્વ વિના સ્મૃતિ કેમ ઘટે ! તેથી એક ચોરથી (પોતાનો માલ) ચોરાઈ ન જાય તેથી તે માલને બચાવવા ભય પામીને બીજાનું શરણું લીધું. પરંતુ તે બીજો પણ લુંટનાર જ નીકળ્યો. તેના જેવું થયું. તેથી એક ચોરથી ભયભીત થઈને અન્ય ચોરના શરણને સ્વીકાર કરવા તુલ્ય એવા આ સંતાનને માનવાથી શું સિદ્ધિ થવાની છે ! અર્થાત્ કંઈ જ નહીં.
હવે તે બૌદ્ધ ! જો તું આ એક સંતાનને ક્ષણ-પરંપરાથી ભિન્ન, પારમાર્થિક અને સ્થિર (નિત્ય) માનીશ એટલે કે પરમાર્થથી તે પણ એક સ્વતંત્ર સ્વરૂપવાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org