________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૫
૨ ૨૩
સમૂહથી બનતો પટ પણ નીલ બને છે. અને શુક્લ પટને નીલ બનાવો ત્યારે તે નીલિમતા તખ્તમાં પણ વ્યાપે છે. તેથી ઉપાદાન-ઉપાદેયની એક વિકારકતા હોય છે.
ઉપરોક્ત ચર્ચા વિચારણા જોતાં તત્ર તાવચૈતન્યગુણ માટેની શરીરની ઉપાદાનતા ઘટી શક્તી નથી. સારાંશ કે શરીર એ ચૈતન્યનું ઉપાદાનકારણ સંભવતું નથી. કારણકે જો શરીરને ચૈતન્યનું ઉપાદાનકારણ માનીએ તો ઉપાદાનકારણ રૂપે મનાયેલા શરીરની અંદર શસ્ત્રાદિના સંપાતાદિ (શસ્ત્રોના ઘા આદિ) દ્વારા થયેલા વિકારો (શરીરચ્છેદાદિ) વાસીચંદન તુલ્યચિત્તવાળા મુનિઓના, અથવા અન્યત્ર= (શસ્ત્ર જન્ય પીડાથી અન્ય સ્થાને) આત્મધ્યાનમાં લીન-ચિત્તવાળા મુનિઓના ચૈતન્યમાં એવા છેદાદિ વિકારો દેખાતા નથી. સારાંશ કે વાસીચંદનતુલ્ય ચિત્તવાળા અને સમાધિમાં મગ્ન ચિત્તવાળા મહામુનિઓના શરીરનો શસ્ત્રાદિથી ઉચ્છેદ કરવા છતાં ચૈતન્યમાં તે ઉચ્છેદરૂપ વિકાર જણાતો નથી. માટે ચૈતન્યનું ઉપાદાનકારણ શરીર નથી.
શસ્ત્રના સંપાતાદિ થયા પછી કોઈ કોઈ પુરુષમાં મૂચ્છ આવી જવા રૂપ જે કંઇ ચૈતન્યમાં વિકાર દેખાય છે. તે પણ રુધિરાદિ જોવાથી અને પીડાજન્ય-ભયાદિના કારણે આવે છે. પરંતુ કાયાનો ઉચ્છેદ થવા રૂ૫ વિકારના કારણે તે મૂરૂપ વિકાર થતો નથી. માર્ગમાં કોઈ મનુષ્યનું ખૂન થયું હોય, તેનાં રુધિર, ચરબી, હાડકાં વગેરે અસ્ત-વ્યસ્તપણે માર્ગ ઉપર જેમ તેમ વિખરાયેલાં પડ્યાં હોય તો તે પરપુરુષનાં રુધિરાદિ પડેલાં જોઈને અથવા વ્યાધ્રાદિના ભયથી પણ જેમ મૂછ ઉત્પન્ન થાય છે. તેમ આ મહાત્માઓને રુધિરાદિ બીભત્સ સ્વરૂપ જોઈને અથવા પીડાજન્ય-ભયથી મૂછ આવવા રૂપ ચૈતન્યમાં વિકાર થાય છે. પરંતુ શરીરનો ઉચ્છેદ થવા રૂ૫ વિકારના કારણે ચૈતન્યમાં વિકાર થતો નથી.
અથવા ઘડીભર માની લો કે આ મૂર્છા આવવા રૂપ ચૈતન્યનો જે વિકાર છે. તે શરીરના ઉચ્છેદ-રૂપ વિકારના કારણે જ છે. તો પણ કાયા એ ચૈતન્યનું ઉપાદાન કારણ બનતી નથી. કારણકે તસ્મિતે ચૈતન્યમાં જેમ કોઈ કોઈ કાલે હર્ષ, કોઈ કોઈ કાલે ક્રોધ, અને કોઈ કોઈ કાલે ઉદાસીનતા આદિ ભિન્ન-ભિન્ન અવસ્થાઓ તેવા તેવા પ્રસંગોના કારણે આવે છે. અને તેવી અવસ્થામાં શરીર સહકારી કારણ માત્ર જ બને છે. તેવી જ રીતે તે ચૈતન્યમાં મૂછદિ આવવા રૂપ ભિન્ન અવસ્થાનું શરીર સહકારી કારણ હોવાને લીધે તeતે શરીરની સહકારી કારણતા જ સિદ્ધ થાય છે. પરંતુ ઉપાદાનકારણતા સિદ્ધ થતી નથી. જેમ સુવર્ણમાં દ્રવીભૂતાવસ્થા થવામાં અગ્નિ સહકારી કારણ છે. તેમ અહીં ચૈતન્યમાં મૂર્વાવસ્થા થવામાં શરીર સહકારી કારણ માત્ર જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org