________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫
૨૩૯
આત્માના અસ્તિત્વની સિદ્ધિની આ ચર્ચા સર્વથા આત્મા ન માનનારા ચાર્વાકદર્શન સામે ચાલે છે. અને ચાર્વાકદર્શન પ્રત્યક્ષ પ્રમાણ વિના શેષ પ્રમાણોને અપ્રમાણ જ માને છે. એટલે તેઓની સામે અનુમાન અને આગમ પ્રમાણ જણાવવાં નિરર્થક છે. તથાપિ અનુમાનની અને આગમની પ્રમાણતા અમે પૂર્વે ત્રીજા અને ચોથા પરિચ્છેદમાં સાધેલી છે. એટલે આ પ્રમાણોથી પણ આત્માની સિદ્ધિ કરવી તે શ્રોતાવર્ગને આશ્રયીને તો સાર્થક જ છે. આ રીતે ચાર્વાકદર્શની સાથે આત્માની ચર્ચા અહીં સમાપ્ત થાય છે. અને અન્ને આત્માના અસ્તિત્વની સિદ્ધિ ઉદ્ઘોષિત થાય છે. હવે જે આત્માનું અસ્તિત્વ માને છે પરંતુ દ્રવ્યપણે અનાદિ-અનંત એવું નિત્યપણું માનતા નથી તેવા બૌદ્ધોની સાથે ચર્ચા શરૂ થાય છે.
बौद्धास्तु बुद्धिक्षणपरम्परामात्रमेवात्मानमाम्नासिषुः । न पुनमौक्तिककणनिकरनिरन्तरानुस्यूतैकसूत्रवत् तदन्वयिनमेकम् । ते लोकायतलुण्टाकेभ्योऽपि पापीयांसः, तद्भावेऽपि तेषां स्मरणप्रत्यभिज्ञानाद्यघटनात् । तथाहि-पूर्वबुद्ध्याऽनुभूतेऽर्थे नोत्तरबुद्धीनां स्मृतिः सम्भवति, ततोऽन्यत्वात् , सन्तानान्तरबुद्धिवत्, न ह्यन्यदृष्टोऽर्थोऽन्येन स्मर्यते अन्यथैकेन दृष्टोऽर्थः सर्वैः स्मर्येत । स्मरणाभावे च कौतस्कुतो प्रत्यभिज्ञाप्रसूतिः ? । तस्याः स्मरणानुभवोभयसम्भवत्वात्, पदार्थप्रेक्षणप्रबुद्धप्राक्तनसंस्कारस्य हि प्रमातुः स एवायमित्याकारेणेयमुत्पद्यते ॥
ગ્રંથકારશ્રી હવે બૌદ્ધદર્શનનુયાયીઓની સામે “આત્મતત્ત્વ'ની ચર્ચા શરૂ કરે છે. બૌદ્ધો બુદ્ધિની ક્ષણ પરંપરા માત્રને જ આત્મા માને છે. અર્થાત્ પ્રતિસમયે નાશ પામતી એવી જ્ઞાનધારા એ જ આત્મા છે. પરંતુ તે પ્રતિક્ષણે નાશ પામતી જ્ઞાનધારામાં અન્વયી (ધ્રુવ) એવું મોતીઓના મણકાના સમૂહમાં નિરતર પરોવેલા એક દોરાની જેવુ ધ્રુવ આત્મદ્રવ્ય નથી એમ બૌદ્ધો માને છે. ક્ષણે ક્ષણે જ્ઞાનદશા સર્વથા નાશ જ પામે છે. પ્રતિસમયે અપૂર્વ અપૂર્વ જ જ્ઞાનદશા જન્મે છે. આવી ધારાવાહી પરંપરા એ જ આત્મા છે. પરંતુ તે પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશ શાલી એવી જ્ઞાનધારામાં અન્વયી એવું ધ્રુવ આત્મદ્રવ્ય નથી. એમ આ બૌદ્ધો માને છે.
ચાર્વાકદર્શની આત્માના અસ્તિત્વને જ માનતા નથી તેથી આત્મતત્ત્વરૂપી ધનને લુંટનારા હોવાથી લુંટારા કહેવાય છે. અને આ બૌદ્ધો તો આત્માને માને છે પરંતુ તેના સ્વરૂપને બદલે છે. માટે આ બૌદ્ધો લુંટારા સરખા લોકાયતથી (ચાર્વાકથી) પણ અધિક પાપી છે. કારણકે ચાર્વાક તો આત્મદ્રવ્ય માનતા જ નથી, તેથી તેઓમાં તો મૂલતત્ત્વ જ ન હોવાથી સ્મરણ અને પ્રત્યભિજ્ઞા આદિ ભાવો ન ઘટે એ વાત સ્વાભાવિક છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org