________________
૧૦૪
પરિચ્છેદ ૬-૫૩
રત્નાકરાવતારિકા ભાગ-૩ વસ્તુ નિર્દોષ ઘટતી હોય અને એકાન્તનિત્ય કે એકાન્ત અનિત્યમાં દોષો જ આવતા હોય તો સાંખ્ય અને બૌદ્ધ આદિ દર્શનકારો આ વાત કેમ નહી સમજતા હોય ?
ઉત્તર- સ્યાદ્વાદના વિરોધીઓ પાસેથી સ્યાદ્વાદમાં ખોટી રીતે રજા કરાયેલા “વિરોધ” આદિ અનેક દોષો સાંભળીને તેઓ સ્યાદ્વાદને સ્વીકારતા નથી. જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર ન હોય અને જ્યાં અંધકાર હોય ત્યાં પ્રકાશ ન હોય. પ્રકાશ અને અંધકારને એકત્ર માનવામાં પરસ્પર “વિરોધદોષ” જેમ દેખાય છે. તેમ નિત્ય હોય ત્યાં અનિત્ય ન હોય અને અનિત્ય હોય ત્યાં નિત્ય ન હોય. આ બન્નેને સાથે માનવા (એટલે કે સ્યાદ્વાદ માનવો) તે વિરોધદોષથી યુક્ત છે. ઇત્યાદિ દોષો સાંભળીને તેઓ સ્યાદ્વાદ પ્રત્યે અપ્રીતિ (અરુચિ)ભાવ રાખે છે.
પ્રશ્ન-વિરોધાદિ દોષો સાંભળીને નિત્યાનિત્યમાં અપ્રીતિભાવ રાખનારા સાંખ્ય અને બૌદ્ધને સમજાવી શકાય તેવો તેઓએ પોતાના ઘરમાં માનેલો કોઈ દાખલો છે કે પરસ્પરવિરોધવાળી બે વસ્તુને તેઓએ એક જ સ્થાને માની હોય ?
ઉત્તર- સાંખ્યોએ ઘટ-પટાદિ વસ્તુઓને “સામાવિષવત્' સામાન્ય અને વિશેષવાળી માની છે. અને બૌદ્ધોએ “વિત્રજ્ઞાનવત્' ભિન્ન-ભિન્ન અનેક વર્ષોથી મિશ્ર એવું ચિત્રરૂપ” માન્યું છે. તેના જ્ઞાનની જેમ સ્યાદ્વાદમાં વિરોધાદિ દોષોનો અસંભવ છે.
બધી જ ગાયો શોત્વ ધર્મથી સમાન (સામાન્ય) છે. અને શાબલેય તથા બાહુલેયપણે વિશેષ છે. તથા બધા જ ઘડા ઘટપણે સમાન છે. અને માટીના, સોનાના, રૂપાના ઇત્યાદિ ભાવે વિશેષ છે. એમ જગતના પ્રત્યેક પદાર્થો “સામાન્યવિરોણાત્મા' છે એમ સાંખ્યો એમ માને છે. તેમાં પરસ્પર વિરુદ્ધધર્મો સાથે હોવા છતાં અપેક્ષાભેદ હોવાથી સાંખ્યોને વિરોધાદિ દોષો દેખાતા નથી. તેમ સ્યાદ્વાદમાં પણ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્યત્વ અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ અનિત્યત્વ એમ અપેક્ષાભેદ હોવાથી વિરોધાદિ કોઈપણ દોષો સંભવતા નથી.
તથા નીલ, પીત, શ્વેત આદિ ભિન્ન-ભિન્ન વર્ગોનું બનેલું એક ચિત્રરૂપ છે. અને તેનું જ્ઞાન થાય છે. એમ બૌદ્ધો માને છે. અહીં ભિન્ન-ભિન્ન વર્ષે એક જ વસ્ત્ર દ્રવ્યમાં સાથે રહે છે. અને તેનું જ્ઞાન પણ થાય છે. એમ બૌદ્ધો માને છે. છતાં તેમાં વિરોધાદિ કોઈ દોષો આવતા નથી. એવું જેમ સમજે છે. તેવી જ રીતે સ્યાદ્વાદમાં પણ અપેક્ષાભેદ હોવાથી વિરોધાદિ કોઇ પણ દોષો નથી. એમ સમજવું જોઈએ. આ બન્ને ઉદાહરણો આપવાનું કારણ એ છે કે સાંખ્યો સામાન્ય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org