________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ ઃ સૂત્ર-૫૧-૫૨
૨૦૧
વિવેચન– હવે ઋજુસૂત્રનય અને શબ્દનય વચ્ચે અલ્પ-બહુતા જણાવે છે– શબ્દનય કાલભેદ અને આદિ શબ્દથી લિંગભેદ, વચનભેદ, જાતિભેદ, કારકભેદ, સંખ્યાભેદ વગેરેથી પદાર્થ ભિન્ન-ભિન્ન છે. એવો ઉપદેશ આપે છે. અર્થાત્ એવી માન્યતા ધરાવે છે. તેથી તે અલ્પ-વિષયવાળો છે. અને ઋજીસૂત્રનય તો કાલ, લિંગ, વચન, જાતિ, કારક અને સંખ્યા આદિનો ભેદ હોવા છતાં પણ તે સર્વને અભિન્ન અર્થરૂપે (એક અર્થ રૂપે) જ સૂચવે છે તેથી તે ઋસૂત્રનય બહુ-વિષયવાળો છે. જેમકે—
જે મેરૂ છે. હતો અને હશે તે ત્રણે મેરૂપર્વત કાળના ભેદથી જુદા છે. તદ:, તટી, તટમ્ આ ત્રણે લિંગભેદવાળા હોવાથી ભિન્ન-ભિન્ન છે. ભેદપ્રધાન દૃષ્ટિ હોવાથી આ શબ્દનય અલ્પ વિષયવાળો થાય છે. જ્યારે ઋજીસૂત્રનય તો શબ્દનયથી વિપરીત બુદ્ધિવાળો હોવાથી એટલે કે કાલાદિ ભેદથી અર્થભેદ હોવા છતાં પણ વર્તમાનકાળમાં તેનો અભેદ માને છે. તેથી આ નય બહુ-વિષયવાળો છે. જેમકે- વર્તમાનકાળના મેરૂ-પર્વતમાં સમયે સમયે થતા પૂરણ-ગલનથી શબ્દનય મેરૂપર્વતને જેવો જુદો જુદો જુએ છે તેવો જુદો જુદો મેરૂપર્વત વર્તમાનકાળમાં ઋજીસૂત્રનય જોતો નથી. તથા તદ:, તટી, તટમાં લિંગભેદથી શબ્દનય જેવો ભેદ દેખે છે. તેવો ભેદ ઋસૂત્ર નય કરતો નથી. ઇત્યાદિ રીતે અભેદપ્રધાન હોવાથી બહુ-વિષયવાળો છે. ૭-૫૦ા
નૃપ,
આ જ પ્રમાણે સમભિરૂઢનય પર્યાયવાચી શબ્દોમાં વ્યુત્પત્તિ ભેદ પ્રમાણે ભિન્નભિન્ન અર્થ સ્વીકારે છે. જેમકે રૃપ, મૂત્ર અને ચા મનુષ્યોનું પાલન કરે પૃથ્વીનું રક્ષણ કરે તે ભૂપ, અને માત્ર મુગટાદિ રાજ-ચિહ્નોથી શરીરને શોભાવે તે રાજા. આવા ભિન્ન-ભિન્ન કરેલા અર્થો અમુક અમુક વ્યક્તિઓમાં જ હોવાથી પરિમિત વિષયવાળો આ નય બને છે. જ્યારે શબ્દનય તો તેષાં=નૃપ-ભૂપ-રાજા આદિ પર્યાયવાચી શબ્દોનો તમેવેનાપિ વ્યુત્પત્તિ ભેદવડે અર્થ ભેદ હોવા છતાં પણ આખર તો તે સર્વે શબ્દો “સ્વામિત્વપણા’રૂપાર્થતાં સમર્થયતે-એક અર્થતાને જણાવે છે.
એમ શબ્દનય કહે છે. તેથી અધિક-વિષયવાળો છે. ૭-૫૧||
આ જ પ્રમાણે એવંભૂતનય ક્રિયા ભેદ દ્વારા શબ્દોનો ભિન્ન-ભિન્ન અર્થ સ્વીકારે છે તેથી જ્યારે ક્રિયા પ્રવર્તતી હોય ત્યારે જ તે પદાર્થ માને તેથી અલ્પવિષયવાળો આ એવંભૂતનય છે. તેના કરતાં સમભિરૂઢનય તમેàનાપિ-તે ક્રિયા ભેદ હોવા છતાં પણ અભિન્ન ભાવં=અભિન્નાર્થતા= એકાર્થતા સ્વીકારે છે. તેથી ઘણા વિષયવાળો છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વ નય મોટા ક્ષેત્રમાં વ્યાપ્ત છે. તેની અપેક્ષાએ પાછળ પાછળના નય અલ્પ-ક્ષેત્રવ્યાપી છે. એમ ભાવાર્થ જાણવો.
૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org