________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૨૭,૨૮
૩૧ સમજાવીને હવે તે પ્રમાણના સાંવ્યવહારિક પ્રત્યક્ષ, પારમાર્થિક પ્રત્યક્ષ, વિક્લ, સક્લ, પરોક્ષપ્રમાણ, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન તર્ક, અનુમાન, અને આગમ ઇત્યાદિ ઉત્તરભેદાત્મક જે જે વિશેષ પ્રમાણો છે તેના પણ આભાસને જણાવવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી “સાંવ્યવહારિક પ્રત્યક્ષાભાસ”ને પ્રથમ સમજાવે છે
સૂત્રાર્થ-જે જ્ઞાન સાંવ્યવહારિક પ્રત્યક્ષ હોય નહીં. પરંતુ તેના જેવું હોય એમ લાગે તે સાંવ્યવહારિક પ્રત્યક્ષાભાસ કહેવાય છે. / ૬-૨l
ટીકાર્થ–સાંવ્યવહારિક પ્રત્યક્ષજ્ઞાન ઇન્દ્રિયનિબન્ધનપણે અને અનિન્દ્રિય (મન) નિબન્ધનપણે બે પ્રકારનું છે. જેનું સ્વરૂપ બીજા પરિચ્છેદમાં પહેલાં સમજાવાઈ ગયું છે. જે જ્ઞાન ઇન્દ્રિય અને અનિદ્રિય (મન) દ્વારા થતું હોય. જાણે સાચું (યથાર્થ) જ છે એમ દેખાતું હોય. પરંતુ વાસ્તવિકપણે યથાર્થ ન હોય, ભ્રમ માત્ર હોય, સ્વ-પરનો યથાર્થ વ્યવસાય કરાવનારું ન હોય તેવા ભ્રમજ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષાભાસ કહેવાય છે. તેનાં ઉદાહરણો હવે પછીના સૂત્રમાં ગ્રંથકારશ્રી પોતે જ સમજાવે છે. / ૬-૨૭ II
સૂત્રાર્થ-જેમ કે વાદળોમાં ગંધર્વનગરનું જ્ઞાન થાય તે, તથા દુઃખમાં સુખબુદ્ધિ થાય તે અનુક્રમે બન્ને સાંવ્યવહારિક પ્રત્યક્ષાભાસ છે. || ૬-૨૮ II
ટીકાર્થ–આકાશમાં વાદળો સહજ રીતે ભિન્ન-ભિન્ન આકારે બનતાં હોય છે. તેમાં આ ગંધર્વ (જાતિના દેવોનાં) નગરો છે આવી બુદ્ધિ થાય તે વાસ્તવિકપણે નગર ન હોવા છતાં ચક્ષુરાદિ ઇન્દ્રિયો દ્વારા આ જ્ઞાન થતું હોવાથી સાંવ્યવહારિક ઇન્દ્રિય પ્રત્યક્ષાભાસ કહેવાય છે. એવી જ રીતે પિત્તળમાં સુવર્ણ બુદ્ધિ, ઝાંઝવાના જળમાં જળ બુદ્ધિ, છીપમાં રજતની બુદ્ધિ, શુક્લવર્ણમાં પીતવર્ણની બુદ્ધિ આ બધાં ઇન્દ્રિયનિબંધન પ્રત્યક્ષાભાસનાં ઉદાહરણો જાણવાં.
તથા દુઃખ હોય પરંતુ મોહવશ તેમાં આ જીવ સુખ-બુદ્ધિ કરે તે મનથી માનવામાં આવે છે માટે સાંવ્યવહારિક અનિન્દ્રિય પ્રત્યક્ષાભાસ કહેવાય છે. જેમકે ખસના રોગવાળો ખણજ ખણે ત્યારે પીડા વધે છે તો પણ તેમાં સુખ-બુદ્ધિ કરે છે. તેવી જ રીતે સંસારના ભોગોની પ્રાપ્તિ-રક્ષણ અને વિયોગમાં દુઃખ હોવા છતાં મોહવશ આ જીવ સુખ-બુદ્ધિ કરે છે તે સર્વે અનિન્દ્રિય પ્રત્યક્ષાભાસનાં ઉદાહરણો સમજવાં.
તથા ઇન્દ્રિય-અને અનિષ્ક્રિય એમ બન્ને પ્રકારના પ્રત્યક્ષના પેટાભેદ રૂપ અવગ્રહઇહા-અપાય અને ધારણા આદિ જે ભેદો છે. તથા અવગ્રહના પણ વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહાદિ જે જે ભેદો છે. તેનું યથાર્થ સ્વરૂપ બીજા પરિચ્છેદમાં જણાવ્યું જ છે. તેનાથી વિપરીત સ્વરૂપ જે કંઇપણ માનવામાં આવે તે પણ અવગ્રહાભાસ, ઈહાભાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org