________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૩૧,૩૨
૩૩
અવધિજ્ઞાનથી સાત ટીપ-સમુદ્રોને જોઈ શક્તા હતા. વાસ્તવિકપણે તિસ્કૃલોકમાં અસંખ્યાત દ્વીપ-સમુદ્રો છે. પરંતુ તેમને અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ આટલો જ આવિર્ભત થયો હતો, પણ મિથ્યાત્વના ઉદયથી “સાત જ” દ્વીપ-સમુદ્ર છે એમ માનીને શેષ તપસમુદ્રો તિસ્કૃલોકમાં હોવા છતાં “ન દેખાવાથી, નથી જ” એમ માની લીધું. તે અવધ્યાભાસ એટલે વિર્ભાગજ્ઞાન કહેવાય છે.
વિક્લપ્રત્યક્ષનો જે બીજો ભેદ મન:પર્યવજ્ઞાન, તથા સક્લપ્રત્યક્ષનો જે કેવલજ્ઞાન નામનો એક ભેદ છે. તે બન્ને ભેદોનું વિપરીતપણું અર્થાત્ આભાસપણું કદાપિ થતું નથી. કારણકે તે બે ભેદમાંથી પ્રથમનો એક ભેદ જે મન:પર્યવજ્ઞાન છે. તે ચારિત્રની અત્યન્ત નિર્મળતાથી પ્રગટ થયેલ છે. અને બીજો ભેદ જે કેવલજ્ઞાન છે. તે આવરણના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થયેલ છે. તેથી આ બે પ્રમાણ-જ્ઞાનોમાં તદાભાસની ચિંતા કરવાનો કોઇ અવકાશ નથી. અહીં સાંવ્યવહારિક અને પારમાર્થિક એમ બન્ને પ્રકારના પ્રત્યક્ષ પ્રમાણના સ્વરૂપાભાસ સમજાવ્યા. હવે ૩૧મા સૂત્રથી પરોક્ષાભાસ સમજાવશે. + -૨૯-૩૦
अथ परोक्षाभासं विवक्षवः स्मरणाभासं तावदाहुःअननुभूते वस्तुनि तदिति ज्ञानं स्मरणाभासम् ॥६-३१॥ टीका-अननुभूते-प्रमाणमात्रेणानुपलब्धे ॥६-३१॥ उदाहरन्तिअननुभूते मुनिमण्डले तन्मुनिमण्डलमिति यथा ॥६-३२॥
પરોક્ષપ્રમાણના સ્વરૂપાભાસ સમજાવવાના છે. ત્યાં પ્રથમ પરોક્ષપ્રમાણના પાંચ ભેદ છે. (૧) સ્મરણ, (૨) પ્રત્યભિજ્ઞાન, (૩) તર્ક, (૪) અનુમાન, (૫) આગમ, આ પાંચે ના આભાસો ક્રમશઃ સમજાવે છે. તેમાં સૌથી પ્રથમ આ સૂત્રામાં “સ્મરણાભાસ” સમજાવે છે.
સૂત્રાર્થ- જે વસ્તુ ભૂતકાળમાં કદાપિ ન અનુભવી હોય, છતાં આ તે છે એવું સ્મરણ થઇ આવે તે સ્મરણાભાસ. જેમકે “મુનિઓનું મંડલ કોઇ દિવસ અનુભવ્યું ન હોય અને તે મુનિમંડલ છે એવું સ્મરણ મનમાં થાય તે. I ૬-૩૧-૩રા
ટીકાર્થ–ત્રીજા પરિચ્છેદના પ્રારંભમાં “સ્મરણ”નું સ્વરૂપ આવે છે. ત્યાં જે વસ્તુ ભૂતકાળમાં અનુભવી હોય તેનું જ સ્મરણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org