________________
૯)
પરિચ્છેદ ૬-૫૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
वर्तित्वाभावं व्यापकमन्तरेण सर्वथैक्यस्य व्याप्यस्यानुपपत्तेः । अत्र हि वादिनः स्याद्वादिनः सर्वथैक्यमसिद्धमिति कथं धर्मान्तरस्यानेकव्यक्तिवर्तित्वाभावस्य गमकं स्यादिति चेत् ?
નિયાયિક– હે જૈન ! વાદીને અમાન્ય અને પ્રતિવાદીને માન્ય એવા હેતુવાળું જે અનુમાન કરાય, તે જો ઉપર કહ્યા મુજબ અન્યતરાસિદ્ધ હેત્વાભાસ કહેવાય, તો તે અસહેતુ થવાથી તેનાથી સાધ્યસિદ્ધિ ન થવી જોઇએ. અને પ્રસંગસાધન તો તેના દ્વારા જ થાય છે. અને તે સૂપપાદ એટલે યુક્તિપૂર્વકનું કથન કહેવાય છે. તે કેમ ઘટશે ?
પ્રમાણ પૂર્વકની પ્રસિદ્ધ (યથાર્થ) એવી વ્યાપ્તિવાળા વાક્ય વડે પરને અનિષ્ટતા (પરના મતનું ખંડન કરવા) માટે જે પ્રસંજન (રજુઆત-અર્થાત્ બોલવું.) તે પ્રસંગસાધન કહેવાય છે. ભાવાર્થ એવો છે કે વાદી પ્રતિવાદીના મતના ખંડન (અનિષ્ટતા) માટે જે વાક્ય બોલે તે ભલે પોતાને માન્ય ન હોય, પરંતુ પ્રમાણયુક્ત વ્યાપ્તિવાળું હોય તો તેનાથી પર એવા પ્રતિવાદીનો પરાભવ થાય જ છે. તેને પ્રસંગસાધન કહેવાય છે. તે હે જૈન ! તમારા મતે કેમ થશે ? કારણકે પ્રમાણપૂર્વકની વ્યાપ્તિવાળું વાક્ય હોવા છતાં તે હેતુ વાદીને પોતાને માન્ય ન હોવાથી તમારા કહેવા પ્રમાણે તો અન્યતરાસિદ્ધ થવાથી અસહેતુ બનશે.
જેમકે- કોઇ જૈનદર્શનાનુયાયી વાદી ન્યાયદર્શનાનુયાયી પ્રતિવાદી સામે આ પ્રમાણે અનુમાન કરે કે “સામાન્ય, નાનેવિતવર્તિ, સર્વઐક્યત્, પરમાણુવત્” અહીં વ્યાપ્તિ આ પ્રમાણે થાય છે કે જે જે સર્વથા એક છે તે તે અનેકવ્યક્તિવૃત્તિ સંભવતું નથી. જેમકે પરમાણુ એક જ છે. તેથી તે અનેક વ્યક્તિમાં વર્તનાર નથી. તેવી જ રીતે સામાન્ય પણ હે નૈયાયિક ! સર્વથા એક છે. એમ તમે માન્યું છે. માટે તે અનેક વ્યક્તિમાં રહેનારું કેમ બને ? જેમ વ્યાપક એવા વહ્નિ વિના વ્યાપ્ય એવો ધૂમ કેમ હોય ? એવી જ રીતે હે તૈયાયિક ! અનેક વ્યક્તિવર્તિત્વાભાવરૂપ વ્યાપક વિના સર્વથૈયરૂપ વ્યાપ્યની પણ અનુપપત્તિ જ થશે. એટલે કે જે વસ્તુ અનેક વ્યક્તિમાં વર્તનારી ન હોય=અનેક વ્યક્તિ-વર્તિત્વાભાવવાળી હોય તે જ વસ્તુ એક હોઈ શકે છે. જેમ કે પરમાણુ. પરંતુ સામાન્ય તો અનેક વ્યક્તિમાં વૃત્તિવાળું તમે માન્યું છે. તેથી સામાન્ય નામની વસ્તુ અનેક વ્યક્તિ વૃત્તિત્વના અભાવવાળી નથી. તેથી આ વ્યાપક વિના “સર્વથા ઐક્ય” રૂપ વ્યાપ્ય કેમ ઘટશે ? એટલે વ્યાપક વિના વ્યાપ્યની સર્વથા અનુપપત્તિ જ થશે.
અહીં આ અનુમાન કહેનાર વાદી એવા (સ્યાદ્વાદીક) જૈનો છે. તેઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org